RTE પ્રવેશ પ્રક્રિયા : બોગસ દસ્તાવેજો ભરી પ્રવેશ લેનાર વાલી સામે થશે FIR

RTE પ્રવેશ પ્રક્રિયા : બોગસ દસ્તાવેજો ભરી પ્રવેશ લેનાર વાલી સામે થશે FIR
પ્રતિકાત્મક તસવીર

આ તમામ પ્રક્રિયામાં ફોર્મ ચકાસણીમાં તંત્રએ કડકવલણ અપનાવ્યું છે. જેમાં બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આગામી એક મહિનામાં બાળકોના પ્રવેશની તમામ પ્રક્રિયા આટોપી લેવાની તૈયારી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ છે. જોકે આ તમામ પ્રક્રિયામાં ફોર્મ ચકાસણીમાં તંત્રએ કડકવલણ અપનાવ્યું છે. જેમાં બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2012થી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ખાનગી સ્કૂલના પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવેલી છે. જે અંતર્ગત દર વર્ષે રાજ્ય ભરમાંથી 2 લાખ જેટલા વાલીઓ પ્રવેશ મેળવવા માટે અરજી કરે છે.



સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરી માસમાં RTE માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને એપ્રિલ માસ સુધીમાં તમામ રાઉન્ડ સાથે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસ કેસ વધતા લોકડાઉન જાહેર થયું અને RTE પ્રવેશ પ્રક્રિયા ઓગસ્ટ માસ માં શરૂ થઈ છે અને 29 ઓગસ્ટના રોજ પ્રવેશ માટે ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે ફોર્મ ની ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરના DEO કચેરીના અધિકારી ભરતસિંહ ગોહિલ જણાવે છે કે, શહેરમાં 940 જેટલી ખાનગી શાળાઓ છે. RTE હેઠળ અમદાવાદ શહેરમાં કુલ 23 હજાર ફોર્મ ભરાયા છે જેમાંથી 17 હજાર એપ્રુવ કર્યા છે. જ્યારે 4030 ફોર્મ વાલીઓએ કેન્સલ કર્યા તો 2407 ફોર્મ સાથે સબમીટ કરાયેલ અયોગ્ય દસ્તાવેજો ને કારણે રિજેક્ટ કરાયા છે. જોકે ફોર્મની ચકાસણી દરમિયાન કે સ્કૂલમાં એડમીશન પ્રોસેસ દરમિયાન બોગસ દસ્તાવેજ ના આધારે કોઈ વાલીએ પ્રવેશ મેળવ્યો હશે તો તે વાલી સામે કાયદેસર ની કાર્યવાહી કરાશે.

આવી જ રીતે અમદાવાદ ગ્રામ્યમાં પણ ખાનગી અંદાજે 8 હજાર બેઠકો સામે કુલ 17 હજાર ફોર્મ ભરાયા. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ દસ્તાવેજોના આધારે RTEમાં પ્રવેશ લેવાતો હોવાનું ધ્યાને આવતા આ વખતે પ્રવેશ માટે ફોર્મ તપાસ પ્રક્રિયામાં પણ વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:August 31, 2020, 19:19 pm

ટૉપ ન્યૂઝ