Home /News /madhya-gujarat /

RTE Form Process : RTEમાં ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડી રહી છે? જાણો ક્યાં કરશો સંપર્ક

RTE Form Process : RTEમાં ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડી રહી છે? જાણો ક્યાં કરશો સંપર્ક

પ્રતિકાત્ક તસવીર

latest Education News: 11 એપ્રિલ સુધી ઓનલાઇન પ્રવેશ (Online Admission) પ્રક્રિયા ચાલુ રહેવાની છે. પરંતુ મોટા ભાગના વાલીઓને એ ખ્યાલ નથી આવતો કે આરટીઈ માટે ફોર્મ (RTE Form Process) કેવી રીતે ભરવું ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે.

અમદાવાદઃ ગરીબ બાળકોને (Poor child) ખાનગી શાળામાં પ્રવેશ માટે હાલ રાઈટ ટુ એજ્યુકેશન (Right to Education) હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ખાનગી સ્કૂલ માટે (Private school) પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ (RTE atc) હેઠળ ફાળવવામાં આવેલી છે. જે અંતર્ગત 11 એપ્રિલ સુધી ઓનલાઇન પ્રવેશ (Online Admission) પ્રક્રિયા ચાલુ રહેવાની છે. પરંતુ મોટા ભાગના વાલીઓને એ ખ્યાલ નથી આવતો કે આરટીઈ માટે ફોર્મ (RTE Form Process) કેવી રીતે ભરવું ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે.

જોકે આ વિગતો મેળવવા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જાણો કેવી રીતે સંપર્ક કરશો હેલ્પલાઇન પર. રાજ્યમાં RTE હેઠળ સરકાર દ્વારા વર્ષ 2012થી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ખાનગી સ્કૂલના પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવે છે.

રાજ્ય ભરમાં આ વર્ષે 70 હજાર જેટલી બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે પ્રવેશ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.  મોટા ભાગે ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. ત્યારે કેવીરીતે પ્રવેશ મેળવવો. ક્યા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કે પછી ફોર્મ ભરવા માટે કોઈ તકલીફ પડી રહી છે તો તે માટે પણ હેલ્પલાઇનની વ્યવસ્થા શરૂ કરાઇ છે.

આ પણ વાંચોઃ-દિલધડક રેક્સ્યૂનો video, 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ડૂબી રહેલા આધેડનો બચાવ્યો જીવ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા સહિત કુલ 40 કેન્દ્ર પર હેલ્પલાઇન સેવા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત RTE અંગેની તમામ વિગતો વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે. જેથી કરીને વાલીઓ  તમામ વિગતો મેળવી શકે.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

અમદાવાદ શહેરમાં RTE હેલ્પલાઇન માટે ચાર કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા અને સબમિટ કરવા તે તમામ વિગતો હેલ્પલાઇનમાં જણાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે RTE યોજના હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને  શાળાના સમગ્ર શિક્ષણ દરમિયાન અભ્યાસ સાથે નાણાકીય સહાય જેવા અનેક લાભો મળશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, RTE admission

આગામી સમાચાર