બહારથી આવતા પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા ટ્રાવેલ્સ એજન્સીઓને પડી રહી છે આવી મુશ્કેલી

બહારથી આવતા પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા ટ્રાવેલ્સ એજન્સીઓને પડી રહી છે આવી મુશ્કેલી
પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેઘજીભાઈ ખેતાણીએ પત્રકાર વાર્તામાં જણાવ્યું છે કોરોનાની સૌથી મોટી અસર ટૂર ટ્રાવેલ્સ સાથે જોડાયેલ લોકોને પડી છે

ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓએ RT-PCR ટેસ્ટ કરાવીને ગુજરાતમાં આવવાનો નિર્ણય કરાયો છે, નેગેટિવ રિપોર્ટ આવે તો જ પ્રવેશ મળે છે

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઇ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓએ RT-PCR ટેસ્ટ કરાવીને ગુજરાત આવવાનું રહશે. નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવો પડશે. RT-PCR રિપોર્ટ છે કે નહીં તેનું બોર્ડર પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શ્રીનાથ ટ્રાવેલ એજન્સી પ્રા લી ના માલિક નંદલાલ કાબરા તેમજ ગુજરાત ટ્રાવેલ્સના માલિક રાજેશ બંસલ, નીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક રાજુભાઈ ઠાકર તેમજ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેઘજીભાઈ ખેતાણીએ પત્રકાર વાર્તામાં જણાવ્યું છે કોરોનાની સૌથી મોટી અસર ટૂર ટ્રાવેલ્સ સાથે જોડાયેલ લોકોને પડી છે. ત્યારે ફરી RT-PCR ફરજિયાત કરવાના કારણે ટ્રાવેલ્સ એજન્સીના ડ્રાઈવર અને કંડક્ટરને મુશ્કેલી પડી રહી છે. સાથે પ્રવાસીઓ પણ પરેશાન થાય છે.

અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળ તેમજ શ્રીનાથ ટ્રાવેલ એજન્સી પ્રા લી. ના માલિક નંદલાલ કાબરાએ જણાવ્યું હતું કે બીજા રાજ્યોથી આવનારા માટે ફરજિયાત આરટીપીસીઆરથી મુશ્કેલી સર્જાય છે. દરેક પેસેન્જરના ટેસ્ટ જોવા ટ્રાવેલ્સ માટે શક્ય નથી. ટ્રાવેલ્સ ડ્રાઈવર અને કંડક્ટર માટે વારંવાર RT-PCR કરાવવા અયોગ્ય છે. તેમજ RT-PCRના બદલે રેપિડ ટેસ્ટની માંગ કરી છે.



આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2640 કેસ, અમદાવાદ, સુરતની સ્થિતિ ચિંતાજનક

પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક મેઘજીભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે એરપોર્ટ અને રેલવે સ્ટેશનની જેમ રાજ્યની બોર્ડર પર ટેસ્ટ સુવિધાની માંગ કરી છે. રાત્રે આવતી બસોને બોર્ડર પર ઉભી રાખીને પરેશાની કરવામાં આવે છે. મહામારીમાં સરકાર સાથે છીએ પણ સરકારે વ્યવસ્થા સુધારવી જરુરી છે.

તેમજ રાજ્યદીઠ પેસેન્જરોને એક જગ્યાએ લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. કોરોના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર જતી ટ્રાવેલ્સ 150 હતી તે હાલમાં ઘટીને 50 થઈ છે. રાજ્યમાં કુલ 13,000 બસ છે તેમાંથી 5,500 બસના પૈડા થંભી ગયા છે. કુલ 75000 લોકોના ગુજરાન પર અસર થઈ છે.
Published by:Ashish Goyal
First published:April 02, 2021, 21:38 pm

ટૉપ ન્યૂઝ