‘આયુષમાન ભારત યોજના’ હેઠળ અમદાવાદ ગ્રામ્યના લાભાર્થીઓના રૂ. 74 કરોડ રૂપિયાના દાવા મંજૂર થયા

‘આયુષમાન ભારત યોજના’ હેઠળ અમદાવાદ ગ્રામ્યના લાભાર્થીઓના રૂ. 74 કરોડ રૂપિયાના દાવા મંજૂર થયા
બે વર્ષમાં અમદાવાદ ગ્રામ્યમાં 29,805 દાવા મંજૂર.

અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 225 હૉસ્પિટલ જોડાયેલ છે, જેમાં 145 સરકારી હોસ્પિટલો તથા 90 ખાનગી હૉસ્પિટલો જોડાયેલી છે.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ જિલ્લા (Ahmedabad District)માં 'આયુષ્માન ભારત યોજના' (Ayushman Bharat Yojana)ના લાભાર્થીઓના કુલ રૂ. 74 કરોડના 29,805 ક્લેઇમ (દાવા) છેલ્લા બે વર્ષમાં મંજૂર થયા છે. અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 225 હૉસ્પિટલ જોડાયેલ છે, જેમાં 145 સરકારી હોસ્પિટલો તથા 90 ખાનગી હૉસ્પિટલો જોડાયેલી છે. જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhanmantri Jan Dhan Yojana)ના સેંકડો લાભાર્થીઓમાંના એક એવા સાણંદના ચેહરભાઇની એન્જિયોપ્લાસ્ટી સાલ હોસ્પિટલ (Hospital)માં નિ:શુલ્ક થઇ છે. ગત 15મી સપ્ટેમ્બરે છાતીમાં દુઃખાવો થતા તેઓ ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. PMJAY-કાર્ડ ધારક હોવાથી તેમની અંદાજીત 1.50 લાખની સારવાર કેશલેસ પાર પડી હતી. ચેહરભાઇએ સારવાર બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાને વખાણી તંત્રનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકાર દ્વારા નિયત કરેલ 2011એસ.ઇ.સી.સી. (સોશિયલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ) યાદીમાં જે કુટુંબના નામ સમાવિષ્ટ હોય તેમેને દર વર્ષે રૂ. 5,00,000 સુધી તબીબી સારવારનો ખર્ચ મળવાપાત્ર છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલ સમગ્ર દેશની કોઈપણ ખાનગી અથવા સરકારી હૉસ્પિટલમાં દાખલ દર્દીને મફત-કેશલેસ સારવાર આપવામાં આવે છે. ઉપરાંત દર્દીને આવવા-જવાના ભાડા પેટે રૂ. 300 હૉસ્પિટલ તરફથી આપવામાં આવે છે.આ પણ વાંચો: 'ન રજા, ન રિસૅસ,' બી.જે. મેડિકલ કૉલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરી 24 કલાક કાર્યરત

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2011ના એસ.ઇ.સી.સી. સર્વેક્ષણમાં સમાવિષ્ટ કુટુંબોને જ લાભ મળવા પાત્ર છે. જો કુટુંબમાં કોઈ નવા સભ્યનો ઉમેરો થાય તો તેને પણ લાભ મળવાપાત્ર છે. ગુજરાત રાજ્યમાં ‘મા યોજના’ તથા ‘મા વાત્સલ્ય યોજના’ અંતર્ગત આવેલા તમામ લાભાથીઓને પણ 'આયુષ્માન ભારત યોજના'નો લાભ મળવા પાત્ર છે.  આ યોજના હેઠળ પ્રાઇમરી, સેકંડરી અને ટર્શરી (ગંભીર) સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલી હોસ્પિટલમાં કુલ 1762 જેટલા નિયત કરેલા રોગોની સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે.

આ પણ વાંચો: સુરત: કર્મચારી તરીકે ઓળખ આપી માસ્ક નહીં પહેરવાનો દંડ ઉઘરાવતો ઇસમ ઝડપાયો

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ 2011ના એસ.ઇ.સી.સી. યાદી મુજબ અમદાવાદ ગ્રામ્યના કુલ 2,30,244 કુટુંબના સભ્યોના ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ 50 જેટલા કેમ્પ-શિબિર કરી યોજનાને વધુમાં વધું લાભર્થીઓ સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે.

આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તા. 25/09/2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. ઉક્ત યોજનાને 02 વર્ષે પૂર્ણ થતા અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ‘આરોગ્ય મંથન 2.0 પખવાડીયા’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં યોજના અંગે જાગૃતિપ્રેરક કાર્યક્રમો યોજાયા હતા. કોવિડની પરિસ્થિતિને ધ્યાને રાખી ઓનલાઇન વેબિનારનું આયોજન કરાયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:September 30, 2020, 16:05 pm