અમદાવાદઃ કાર ચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સો! બે ઈશારા અને BMW કારમાંથી રૂ.બે લાખ તેમજ 20 કારતૂસ ગાયબ

અમદાવાદઃ કાર ચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સો! બે ઈશારા અને BMW કારમાંથી રૂ.બે લાખ તેમજ 20 કારતૂસ ગાયબ
પ્રતિકાત્મક તસવીર

એકટીવા અને બાઈક પર આવેલા ઈસમોએ વારાફરતી ઈશારો કરતા ગાડી ઊભી રાખીને જોતા ગાડીના આગળના ભાગે ઓઇલ જોવા મળ્યું હતું.

  • Share this:
અમદાવાદ: કારમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી ને કાર માંથી કીમતી વસ્તુઓ ઓની ચોરી કરતી ગેંગ (thief gang) ફરી એક વાર સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના બોડકદેવમાં રહેતા આધેડ ઓઢવ રીંગ રોડ (Othav ringroad) પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એકટીવા અને બાઈક પર આવેલા ઈસમોએ વારાફરતી ઈશારો કરતા ગાડી ઊભી રાખીને જોતા ગાડીના આગળના ભાગે ઓઇલ જોવા મળ્યું હતું. જેથી બોનેટ ખોલી ને જોવા જતા કારની ડેકિમાંથી રૂપિયા બે લાખ ભરેલી બેગ ગાયબ થઈ ગઈ છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને બાંધકામનું કામ કરતા નીરવભાઈ પટેલ તેમના મેનેજરની દીકરીના લગ્નમાં જવા માટે બી એમ ડબલ્યુ કાર લઇને ડ્રાઇવર સાથે ઓઢવ રીંગ રોડ આવેલ ઓર્ચિદ હોટલ જઈ રહ્યા હતા તે દરમિયાન હોટલ નજીક સર્વિસ રોડ પર પહોંચ્યા એકટીવા પર આવેલા બે ઈસમોએ ઈશારો કર્યો હતો.જો કે તેમને ઓકે કહી ગાડી આગળ જવા દીધી હતી. જો કે થોડીવારમાં પાછળથી બાઈક પર બીજા બે ઈસમો આવ્યા હતા અને તેમને પણ ઈશારો કરતા ફરિયાદીએ ડ્રાઇવરને ગાડી ઉભી રાખવા માટે કહ્યું હતું.

આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

જોકે ગાડી ઉભી રાખીને તો ગાડી આગળ ઓઇલ જોવા મળ્યું હતું જેથી ડ્રાઈવરે બોનેટ ખોલીને તપાસ કરી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો તેમની ગાડીની ડેકીમાં પટેલ રોકડા રૂપિયા બે લાખ, 20 કારતૂસ અને અન્ય દસ્તાવેજો ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા.જોકે સમગ્ર ઘટનાની જાણ ફરિયાદીને તથા તેઓએ આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:February 13, 2021, 23:41 pm

ટૉપ ન્યૂઝ