RPF અચરજમાં! એક જ મિનિટમાં 426 ટ્રેન ટિકિટ બુક કરનાર એજન્ટ ઝડપાયો

News18 Gujarati
Updated: September 17, 2019, 8:26 PM IST
RPF અચરજમાં! એક જ મિનિટમાં 426 ટ્રેન ટિકિટ બુક કરનાર એજન્ટ ઝડપાયો
રેલવે પોલીસે ધરપકડ કરેલો એજન્ટ રેડ મિર્ચી નામનો સોફ્ટવેર વાપરી ટિકિટ બુક કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રેલેવે પોલીસે (RPF)એ અમદાવાદના (Ahmedabad) મોહસીનની 11 લાખ રૂપિયાની ટિકીટ (Train Tickets wqorth Rupee 11 lac) સાથે ધરપકડ કરી

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) એક મિનિટમાં 426 ટ્રેન ટીકિટ બુક (Train Ticket) કરાવવાનો મામલો સામે આવ્યો છે. IRCTCનો દાવો છે કે, અમદાવાદના એક ટ્રાવેલ બૂકિંગ એજન્ટે (Travel Booking Agent) એક મિનિટથી પણ ઓછા સમયમાં 426 રેલવે ટીકિટ (426 Railway Ticekt) બુક કરી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ રેલવે પોલીસ ફોર્સે (RPF)એ ટીકિટ બુક કરનારા એજન્ટ મોહસીનની (Agent Mohsin) હાલ ધરપકડ કારી આગળની કાર્યવાહી કરી છે.

સામાન્યપણે એક કન્ફર્મ ટીકિટ બુક કરાવવામાં 90 સેકેન્ડ લાગે છે, તેવામાં એજન્ટે એક મિનિટમાં આ કારનામું કઈ રીતે કર્યું? તેવો ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે કે, કોઈ રેલવે અધિકારીની મીલિભગત વગર આ શક્ય નથી. અમદાવાદના મોહસિન નામના બુકિંગ એજન્ટે એક મિનિટમાં 426 ટીકિટ બુક કરી દીધી છે. અને હાલ મોહસિન આરપીએફના હવાલે પહોચી ગયો છે.

આ પણ વાંચો : PM મોદીની ગુજરાત મુલાકાત: નર્મદા નીરના વધામણાથી લઈને માતાના આશીર્વાદ સુધી

એજન્ટો રેડ મિર્ચી નામનો સોફ્ટવેર નો ઉપયોગ કરે છે

અમદાવાદના મોહસિને 11.17 લાખ રૂપિયાના 426 ટિકિટ બુક કરી હતી. તે અંગે માહિતી આપતા સૈયદ સરફરાજ અહમદ આરપીએફ ડીએસસીએ જણાવ્યું કે, આ બુકિંગ એજન્ટે એક ટિકીટ 30 થી 45 સેકેન્ડમાં બુક કરી. તેમણે કહ્યું કે, કોઈ ખાનગી એજન્ટ તેના પર્સનલ આઈડી પરથી આટલી ટીકિટો બુક કરી શકે નહી. પરંતુ આ બુકિંગ એજન્ટે ઘણાં પર્સનલ આઈડીનો ઉપયોગ કરી આટલી ટીકિટો બુક કરી છે. બુક કરવામાં આવેલી 426 ટીકિટો માંથી 139 ટીકિટોની મુસાફરી હજી શરૂ થઈ નથી અને તેમને બ્લોક કરી દેવામાં આવી છે. પરંતુ આ રેકેટ કાઈ અલગ રીતે ચાલે છે મોહસીન જેવા અધધ એજન્ટો રેડ મિર્ચી નામનો સોફ્ટવેર નો ઉપયોગ કરે છે.નકલી પી.એન.આર બનાવાય છે

વધુમાં અહમદ સાહેબ જણાવ્યુ હતું, કે દેશમાં રેડમીરચી સોફ્ટવેર વાપરનાર અને લોકો ને ઉલ્લુ બનાવવાનાર એજન્ટો ની સંખ્યા ખૂબજ જ છે એક સોફ્ટવેર જે સીધી જ રીતે irctc ની સાઈટ હેક કરીને નકલી પી.એન.આર બનાવે છે તે માટે અત્યાર સુધીમાં ઘણા એજન્ટો સામે કેસ થયા છે પરંતુ સોફ્ટવેર હજુ ચાલુ છે. આર.પી.એફ એ આરોપી મોહસીન ની ધરપકડ કરીને રાહત નો શ્વાસ લીધો છે પરંતુ મોહસીન જેવા હજારો એજન્ટો દરરોજ સરકારી તિજોરી ને ચૂનો ચોપડી રહ્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદ: હેલ્મેટ વગરના ચાલકને પોલીસે રોક્યો, યુવકો મેમો બુક લઈ ભાગ્યા

મોહસીન પાસે થી તપાસ અધિકરીઓ હજુ સોફ્ટવેર આપનાર અને ઇન્સ્ટોલ કરનાર લોકો ની માહિતી મેળવી રહ્યા છે.આરોપી મોહસીન પાસે હજુ પણ ઘણા નકલી પીએનઆર હોવાન શંકા અધિકારીઓ ને છે અગાઉ પણ બે કેસ માં મોહસીન સામે તપાસ શરૂ છે .
First published: September 17, 2019, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading