Home /News /madhya-gujarat /અમદાવાદ : થલતેજ-હેબતપુર રોડ પર નાસ્તો કરવા ઊભા રહેવું 20 લાખમાં પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ : થલતેજ-હેબતપુર રોડ પર નાસ્તો કરવા ઊભા રહેવું 20 લાખમાં પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ લૂંટ

અમદાવાદ (Ahmedabad) ચેતવણી સમાન કિસ્સો, જમીન દલાલ આંગડિયા પેઢીમાંથી 20 લાખ લઈને બેગ (Robbery) ગાડીમાં મૂકી ઓફિસ નીચે નાસ્તો કરવા ગયા અને ગઠીયા કારનો કાચ તોડી બેગ લઈ ફરાર થઈ ગયા.

અમદાવાદ : શહેરમાં કારનો કાચ તોડીને કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગ જાણે કે એક પછી એક ગુનાને અંજામ આપીને જાણે કે પોલીસને પડકાર ફેંકી રહી છે. ત્યારે શહેરમાં કારનો કાચ તોડીને ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર આવેલ નારાયણ કોમ્પલેક્ષ નજીક કારનો કાચ તોડીને રૂપિયા 20 લાખની બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે.

નારાયણ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા અને જમીન દલાલનું કામ કરતા કમલેશ ભાઈ દવેને રૂપિયાની જરૂર હોવાથી તેમના મિત્ર પાસેથી રૂપિયા 20 લાખ આંગડિયા પેઢી મારફતે મંગાવ્યા હતા. જેમાં શુકન મોલ ખાતે આવેલ આર.કે આંગડિયા પેઢીમાંથી રૂપિયા 2 લાખ અને જલારામ પરોઠા હાઉસની ગલીમાં આવેલ પી એમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 18 લાખ લીધા હતા.

જે રૂપિયા લઈને તેઓ તેમની ઓફિસ આવ્યા હતા. અને રૂપિયા ભરેલ બેગ ગાડીમાં રાખીને તેઓ ઓફિસ નીચે આવેલ નાસ્તાની દુકાનમાં નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન એક બાઈક પર આવેલા બે ગઠીયાઓએ કારનો કાચ તોડીને તેમાંથી રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા.

આ પણ વાંચોમહીસાગરમાં ખાખીને શર્મસાર કરતો કિસ્સો: PI સહિત પોલીસકર્મીઓ વિરુદ્ધ લૂંટની ફરીયાદ નોંધાઈ, જુઓ શું છે મામલો?

જો કે એક મહિલા ની નજર ઘટનાં પર પડતાં જ તેઓએ ફરિયાદીને આ બાબતની જાણ કરી હતી. જો કે આ બાબતની જાણ પોલીસને કરતા જ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ફરિયાદીની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. જો કે આરોપીઓને પકડવામાં પોલીસ કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવું રહ્યું.
Published by:Kiran Mehta
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad news, Ahmedabad police, Robbery case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો