વરસાદ બાદ અમદાવાદમાં રસ્તાઓ ધાવાયા, મસમોટા ખાડાથી લોકો પરેશાન

ankit patel
Updated: September 11, 2019, 4:20 PM IST
વરસાદ બાદ અમદાવાદમાં રસ્તાઓ ધાવાયા,  મસમોટા ખાડાથી લોકો પરેશાન
ધોવાયેલા રસ્તાની તસવીર

શહેરના નિચાણ વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ત્યાં હવે ખાડા પડી જવાના અને રોડ તૂટી જવાના દ્રશ્યો ન્યૂઝ18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ અમદાવાદમાં વરસાદ (Rain)(Ahmedabad)બાદ હવે શહેરની બદતર સ્થિતિ સામે આવી છે. શહેરના નિચાણ વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી (waterlogged) ભરાયા હતા ત્યાં હવે ખાડા પડી જવાના અને રોડ તૂટી જવાના દ્રશ્યો (News18 Gujarati)ન્યૂઝ18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે. અને જાણે શહેરમાં ચારેકોર ખાડારાજ સર્જાયું હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યાં છે.

વેજલુપરમાં જ્યાં તુટી ગયેલા રોડ રસ્તાઓને કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. રસ્તાઓ પર વરસાદી પાણી ઓસરતા અહીં અમદાવાદ મ્યુનિસિપલની (Ahmedabad municipal corporation) રોડ રસ્તાઓની પોલ ખુલી ગઈ છે. અને એના કારણે કોર્પોરેશને (AMC)અહીં સાવધાનના બોર્ડ મુકવાની પણ ફરજ પડી છે. પુરો ટેક્સ (TAX)આપવા છતાં દર વર્ષની આ સ્થિતિને કારણે લોકોમાં નારાજગી વધી રહી છે.

માત્ર વેજલપુર જ નહિ શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ મણીનગરમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં પણ આ વરસાદી સિઝનમાં અહીંના રહીશો નર્કાગારની સ્થિતિમાં રહેતા હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ ઉભરાતી ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણી તેમજ બીજીતરફ રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ-અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી

અનેક વાર રજુઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અહીંના લોકોની રજૂઆતો સંભળાતી નથી. ન્યુ મણીનગર હોય કે વેજલપુર, નારોલથી નરોડા સુધી અને સાબરમતી (Sabarmati)થી જીવરાજ પાર્ક સુધીના વિસ્તારોના રસ્તાઓની આ જ સ્થિતિ છે. પહેલા વરસાદના કારણે અને હવે તુટેલા રસ્તાઓના કારણે લોકોને મુશ્કીઓ ભોગવવાનો વારો આવ્યો છે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर