અમદાવાદ : કાંકરિયાની દુર્ઘટનાનાં 5 મહિના પછી ફરીથી રાઇડ શરૂ થશે

News18 Gujarati
Updated: November 11, 2019, 7:44 AM IST
અમદાવાદ : કાંકરિયાની દુર્ઘટનાનાં 5 મહિના પછી ફરીથી રાઇડ શરૂ થશે
પ્રતિકાત્મક તસવીર

તમામ રાઇડ શરૂ કરવા માટે આરએન્ડબી વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ અને પોલીસે રાઇડની ચકાસણી પણ શરૂ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : 14 જુલાઇ એટલે પાંચ મહિના પહેલા અમદાવાદનાં (Ahmedabad) કાંકરિયની રાઇડમાં (kankaria rides) દુર્ઘટના થતા ત્રણ લાકોનાં મોત નીપજ્યાં હતાં અને 6 વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેના કારણે રાજ્ય સરકારે (Gujarat Government) પરિપત્ર જાહેર કરીને તમામ રાઇડને બંધ કરવાનાં આદેશ આપ્યાં છે. જે બાદ રાઇડને શરૂ કરવાની તમામ કવાયત શરૂ કરવામાં આવી હતા. કાંકરિયાનાં મુખ્ય આકર્ષણ ટ્રોય ટ્રેન, બલૂન અને અન્ય તમામ રાઇડ શરૂ કરવા માટે આરએન્ડબી વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ અને પોલીસે રાઇડની ચકાસણી શરૂ કરી છે.

રાઇડ શરૂ કરવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને અરજી કરવામાં આવે છે. જે અરજી પ્રમાણે ચકાસણી કરીને અરજી પોલીસને મોકલી આપે છે. જે બાદ પોલીસ ચકાસણી કરે છે અને તે પછી લાઇસન્સ આપે છે. સરકારે આ દુર્ઘટના બાદ કોઇપણ નવી નીતિ બનાવી નથી. તેથી આ રાઇડ જૂના નીતિનિયમો અને શરતો પ્રમાણે જ શરૂ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાના હાથે મીઠાઇ ખાઈ 29 વર્ષ જૂની બાધા પૂર્ણ કરી

શું બની હતી દુર્ઘટના

મહત્વનું છે કે, અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ફસાયેલાને બચાવવાની કામગીરી કરાઇ હતી.
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading