અમદાવાદઃ કોરોનાની મહામારીમાં (corona pandemic) લોકોની આર્થિક કમર તૂટી ગઈ છે. અને બીજી બાજુ મોંઘવારીના (Inflation) કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ પેટ્રોલ ડિઝલન ભાવ (petrol-Diesel price) વધતા ટ્રાન્સપોર્ટ ખર્ચ (Transportation costs) વધી રહ્યો છે. જેની અસર જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે.
આ ભાવ વધવાના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે. ગુજરાતમાં 50 ટકા શાકભાજી ગુજરાત બહારથી આવે છે. 1 મહિના પહેલા બંગલોરથી આવતા ટ્રકનું ભાડું 65 હજાર હતું જે આજે 75 થી 80 હજાર રૂપિયા થયું છે. મહારાષ્ટ્રથી આવતા દશ ટનનું ભાડું 22 થી 25 હજાર હતું . આજે 30 થી 35 હજાર થયું છે. ટ્રાન્સપોર્ટના ખર્ચ વધતા 30 ટકા શાકભાજી પણ મોંઘું બન્યું છે.
વેપારી અહેમદ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા શાકભાજી, અનાજ સહિતની અન્ય ચીજ વસ્તુઓની સપ્લાઈ કરતા પરિવહનના ચાર્જમાં પણ વધારો થયો છે. બેંગ્લોરથી પહેલા ગાડી આવતી તેનું ભાડું 65 હજાર હતું તે આજે 75 થી 80 હજાર થયું છે.
એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાના કારણે શાકભાજીના ભાવમાં 30 ટકા નો વધારો થયો છે. વાવઝોડાના કારણે પણ શાકભાજી પાકને નુકસાન થયું છે જેના કારણે માર્કેટ યાર્ડમાં શાકભાજી આવે છે તેમાં 30 થી 40 ટકા ઓછું આવે છે.આ બધા પરિબળોના કારણે ભાવ વધી રહ્યા છે.
50 ટકા શાકભાજી ગુજરાત બહારથી આવી રહ્યું છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યો છે. જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. જોકે વોલસેલ કરતા રિર્ટલ માર્કેટમાં ડબલ ભાવ છે. અમદાવાદ શહેરમાં તો અલગ અલગ માર્કેટમાં શાકભાજીના ભાવ પણ અલગ અલગ જોવા મળે છે.રિર્ટલ માર્કેટમાં તો એક કીલોના 50 રૂપિયાથી નીચે કોઈ શાકભાજી મળતા નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર