રાજ્યમાં 'આભડછેટ'નું દૂષણ : આ રહી આંખો ખોલતી ત્રણ ઘટનાઓ !

News18 Gujarati
Updated: May 13, 2019, 2:29 PM IST
રાજ્યમાં 'આભડછેટ'નું દૂષણ : આ રહી આંખો ખોલતી ત્રણ ઘટનાઓ !
ત્રણ ઘટનાઓમાં જેમાં પોલીસ સુરક્ષા વચ્ચે યોજવા પડ્યા લગ્ન પ્રસંગ

ત્રણ ઘટનાઓમાં જેમાં પોલીસ સુરક્ષા વચ્ચે યોજવા પડ્યા લગ્ન પ્રસંગ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશના ગ્રોથ એન્જિન સમાન ગુજરાતમાં આભડછેડનું દૂષણ યથાવત હોય એવા દાખલ છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ઘણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. વરઘોડાને રોકવા માટે ભજનમંડળીએ રસ્તો રોક્યો હતો અને ભજન-યજ્ઞ કરી અવરોધ સર્જ્યો હતો. આમ, રવિવારે જ બનેલી ત્રણ ઘટનાઓએ ગુજરાતમાં દલિતો અને પછાત જાતિઓ વિરુદ્ધની માનસિકતાનું ઉદાહરણ પૂરૂં પાડી દીધું હતું. સ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે પોલીસ સુરક્ષા વચ્ચે જ લગ્ન પ્રસંગોને સંપન્ન કરવાની ફરજ પડી હતી.

ખંભીસરમાં વરઘોડાના કારણે વિવાદ, પથ્થરમારો, વાહનોમાં તોડફોડ


ખંભીસરમાં બનેલી ઘટના બાદ પોલીસ કાફેલો ગામમાં ખડકાઈ ગયો હતો અને પૂરતી પોલીસ સુરક્ષાની દેખરેખ હેઠળ અંતે યુવકના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. પોલીસની હાજરી સિવાય આ વરઘોડાનું આયોજન કરવું લગભગ અશક્ય હતું. પરંતુ રવિવારે ગામમાં સ્થિતિ ખૂબ જ તણાવભરી થઈ ગઈ હતી. વરઘોડાના વિરોધ માટે ભજનમંડળીઓ એક બાજુ રસ્તામાં ભજન ગાઈને અવરોધ ઊભો કર્યો તો બીજી બાજુ બંને જૂથ સામસામે પણ આવી ગયા હતા. જેમાં પોલીસના વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ સુધીના પગલાં લેવા પડ્યા હતા.

40 પોલીસકર્મીઓની હાજરીમાં ગાજીપુરમાં નીકળ્યો વરઘોડો
સાબરકાંઠાના વડાલી તાલુકાનાં ગાજીપુર ગામમાં દલિતોએ લગ્નપ્રસંગે વરઘોડો કાઢવા માટે પોલીસ બંદોબસ્ત માંગવો પડ્યો હતો. ગાજીપુરના મેહુલ ભાંભી નામના યુવકના લગ્ન હોઈ પરિવારજનોએ મામલતદાર કચેરીએ લેખિત અરજી આપી હતી. આ કારણે રવિવારે ગાજીપુરમાં સવારથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઘણી તણાવભર્યા માહોલ વચ્ચે અંતે બપોરે ત્રણ વાગ્યે ડીવાયએસપી અને 40 પીલીસ કાફલાની હાજરીમાં વરઘોડો નીકળ્યો હતો.

મંદિરમાં દર્શન કરવા જતાં દલિત યુવાનને અટકાવ્યો

ઉત્તર ગુજરાતના જ પ્રાંતિજના સીતવાડામાં લગ્ન પ્રસંગે મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહેલા દલિત યુવાનને ગામ લોકોએ અટકાવ્યો હતો. આ કારણે ગામમાં તંગ સ્થિતિ ઊભી થઈ હતી. અનિલ રાઠોડ નામના યુવકનાં લગ્ન હતાં. તેના પરિવારના સભ્યો ડીજેના તાલે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે તેઓ મંદિરમાં જઈ શકે નહીં. આ કારણે સ્થિતિ વણસતાં હિંમતનગર ડીએસપી સહિત પોલીસ કાફલો ગામમાં પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓએ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસ સુરક્ષા વચ્ચે લગ્ન પ્રસંગ યોજવા ફરજ પડી હતી.
First published: May 13, 2019, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading