લીંબુનો કિલોનો ભાવ રૂ. 160, ગરમીએ ગૃહિણીના બજેટ ખોરવ્યા!

News18 Gujarati
Updated: April 29, 2019, 10:49 AM IST
લીંબુનો કિલોનો ભાવ રૂ. 160, ગરમીએ ગૃહિણીના બજેટ ખોરવ્યા!
એક કિલો લીંબુનો ભાવ રૂ.૧૬૦ સુધી પહોંચ્યો છે

વધતી ગરમીને કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : એક બાજુ કાળઝાળ ગરમી પડતાં લોકો ત્રાહીમામ પોકારી ગરમીથી બચવા લોકો ઠંડાપીણા, શરબતનો સહારો લેવા માંડયાં છે તો બીજી તરફ લીંબુના વધતા ભાવો લોકોને દઝાડી રહ્યા છે. આ પરિસ્થતિમાં લીંબુ શરબત પીવુ મોંઘુ બન્યુ છે. એક કિલો લીંબુનો ભાવ રૂ.૧૬૦ સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત, વધતી ગરમીને કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યાં છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

સખ્ત ગરમીને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે જેથી શાકભાજીના છુટક બજારમાં ભાવો વધ્યાં છે. જે ડુંગળીના કિલોના ભાવ રૂ.૮-૧૦ હતાં તે વધીને હવે રૂ.૧૫ થયા છે. બટાકા રૂ. ૨૦ કિલોના ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે. જનો પંદરેક દિવસ પહેલાં રૂ.૧૦ ભાવ હતો. આ જ પ્રમાણે, કોથમીર-ફુદીનો રૂ.૫૦ રુપિયે કિલો વેચાઇ રહ્યું હતું તેનો ભાવ આજે રૂ.૧૦૦ સુધી પહોંચ્યો છે. રૂ.૬૦ કિલો વેંચાતો ગુવાર આજે રૂ.૧૨૦ના બમણાં ભાવે વેચાઇ રહ્યો છે.

ફુલાવરના કિલોના ભાવ રૂ.૪૦થી વધીને રૂ.૭૦, મરચાંના ભાવ રૂ.૮૦થી વધીને રૂ.૧૨૦ થયા છે. રૂ.૨૫ કિલો વેચાતી દૂધી રૂ.૪૫મા વેચાઇ રહી છે.ભીંડા અને કારેલાં ય રૂ.૧૦૦ કિલો વેચાઇ રહ્યાં છે. ચોળીના ભાવ પણ રૂ.૧૨૦ સુધી પહોંચ્યાં છે. આમ, મોટાભાગની શાકભાજીના ભાવ બમણાં થયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: સસરાએ જમાઇ વિરુદ્ધ નોંધાવી એસિડ એટેકની ફરિયાદ

વેપારીઓના મતે અન્ય રાજ્યોમાંથી આવતું શાકભાજી ગરમીને લીધે બગડી જાય છે. આ ઉપરાંત ઉનાળામાં શાકભાજીની આવકમાં ઘટાડો થાય છે. આ કારણોસર હોલસેલ બજાર નહી પણ છુટક બજારમાં વેપારી તકનો લાભ લઇ ધૂમ નફો રળે છે. શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીનુ બજેટ ડગમગ્યું છે.
First published: April 29, 2019
વધુ વાંચો
अगली ख़बर