Home /News /madhya-gujarat /Ahemdabad: સરદાર પટેલ એરપોર્ટ પર ગીર જંગલનો થશે અનુભવ, રિલાયન્સ દ્વારા ધ ગીર ગેલેરી ખુલ્લી મુકાઈ

Ahemdabad: સરદાર પટેલ એરપોર્ટ પર ગીર જંગલનો થશે અનુભવ, રિલાયન્સ દ્વારા ધ ગીર ગેલેરી ખુલ્લી મુકાઈ

મુસાફરોને લેવા આવતા લોકોને પણ મળશે લાભ

ધી ગીર (The Gir) એ સાસણ ગીરની લઘુચિત્ર પ્રતિકૃતિ છે. જે વિશ્વમાં દુર્લભ એશિયાટિક સિંહોનું (Asiatic Lion) એકમાત્ર નિવાસસ્થાન છે.બ્યુટીફિકેશન (Beautification) પ્રોજેક્ટમાં ગીરના જંગલમાં જોવા મળતા વિવિધ પ્રકારના પ્રાણીઓ (Animals) અને પક્ષીઓના (Birds) 60 જેટલા આયુષ્ય કદના નમૂનાઓ મૂકવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદ:  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની (Terminal) બહાર એરપોર્ટ (Airport) બ્યુટીફિકેશન પ્રોજેક્ટ ધ ગીર ગેલેરીની કલ્પના અને વિકાસ હાથ ધર્યો છે. ધી ગીર (The Gir) એ સાસણ ગીરની લઘુચિત્ર પ્રતિકૃતિ છે. જે વિશ્વમાં દુર્લભ એશિયાટિક સિંહોનું (Asiatic Lion) એકમાત્ર નિવાસસ્થાન છે.બ્યુટીફિકેશન (Beautification) પ્રોજેક્ટમાં ગીરના જંગલમાં જોવા મળતા વિવિધ પ્રકારના પ્રાણીઓ (Animals) અને પક્ષીઓના (Birds) 60 જેટલા આયુષ્ય કદના નમૂનાઓ મૂકવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રખ્યાત એશિયાટિક સિંહો, ચિત્તા, કાળા હરણ, સ્પોટેડ ડીયર, અજગર, ગરુડ વગેરેનો સમાવેશ થાય છે.

    મુસાફરોને લેવા આવતા લોકોને પણ મળશે લાભ

    2018 માં SVPI ના પ્રસ્થાન વિસ્તારમાં RIL દ્વારા ગીરને સૌ પ્રથમવાર વિકસાવવામાં આવ્યું હતું. તેને SVPI ખાતે પ્રસ્થાન વિસ્તારની બહાર સ્થાનાંતરિત અને પુનઃવિકાસ કરવામાં આવ્યું છે. જેથી માત્ર મુસાફરોને (Passengers) જ નહીં પરંતુ મુસાફરોને લેવા આવતા લોકોને પણ લાભ મળી શકે છે. આ પ્રોજેક્ટ RIL ની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) નો એક ભાગ છે. પુનઃવિકસિત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાત સ્થાપના દિવસે સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી પરિમલ નથવાણી અને RIL ખાતે કોર્પોરેટ બાબતોના નિયામક દ્વારા 1 ઓગસ્ટ, 2022 ના રોજ ડિરેક્ટર ઓફ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ શ્રી જીત અદાણી તથા કોર્પોરેટ અફેર્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમુખ શ્રી હેમંત દેસાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદ: 10ની પાણીપુરી 85 હજારમાં પડી! બિઝનેસમેન સાથે બની વિચિત્ર ઘટના

    મોડલમાં એશિયાટિક સિંહ, ચિત્તો, બ્લેક બક, સ્પોટેડ ડીયર્સ, અજગર, ગરુડ વગેરેનો સમાવેશ

    સમાજને આપવાની વાત આવે ત્યારે RIL હંમેશા આગળ રહે છે. આ પ્રોજેક્ટ (Project) લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ગીરના જંગલમાં જોવા મળતા વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના 60 લાઈફ સાઈઝ મોડલ (Model) મૂકવાનો સમાવેશ થાય છે. જેમાં પ્રખ્યાત એશિયાટિક સિંહ, ચિત્તો, બ્લેક બક, સ્પોટેડ ડીયર્સ, અજગર, ગરુડ વગેરેનો સમાવેશ થાય છે. પ્રસિદ્ધ ગીરનું (Gir) જંગલ મુખ્યત્વે ઉનાળામાં સૂકા જંગલોથી ઢંકાયેલું રહેતું હોય છે. બ્રાઉન ગ્રાસ (Brown Grass) એટલે એરપોર્ટ પરની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ બ્રાઉન ગ્રાસનો ઉપયોગ મૂળ જંગલ વિસ્તારની છાપ ઊભી કરવા માટે થાય છે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ RILએ એરપોર્ટના બ્યુટિફિકેશન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એરપોર્ટ ખાતેનું ગીર સ્થળએ અર્થપૂર્ણ સૌંદર્યમાં ઉમેરો કરશે તેમજ મુસાફરોને આકર્ષિત અને મનોરંજન પણ કરાવશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन