અલ્પેશની 'ઠાકોર સેના'માં તડાં, બાયડના MLA ધવલસિંહ ઝાલાને ઉપપ્રમુખ બનાવાયા

News18 Gujarati
Updated: January 15, 2019, 1:47 PM IST
અલ્પેશની 'ઠાકોર સેના'માં તડાં, બાયડના MLA ધવલસિંહ ઝાલાને ઉપપ્રમુખ બનાવાયા
ધવલસિંહ ઝાલા (ફાઇલ તસવીર)

ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ રમેશજી ઠાકોરે ગાંધીનગર ખાતે એસ.પી. રિસોર્ટ ખાતે એક બેઠક બોલાવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની 'ઠાકોર સેના'માં તડાં પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ રમેશજી ઠાકોરે બળવો કર્યો છે. જેના કારણે લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનામાં ભંગાણ થાય તેવી શક્યતાઓ નજરે પડી રહી છે. રમેશજી ઠાકોરે અલ્પેશ પર વિવિધ આક્ષેપો લગાવીને બળવો કર્યો છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરે નવા માળખાની જાહેરાત કરી છે. જેમાં બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને નવા ઉપપ્રમુખ બનાવાયા છે.

ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ રમેશજી ઠાકોરનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજ અને ઠાકોર સેનાનું મંતવ્ય જાણ્યા વગર જ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. આ મામલે હવે રમેશજી ઠાકોરે ગાંધીનગર ખાતે એસ.પી. રિસોર્ટ ખાતે એક બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન રમેશજી ઠાકોર ઠાકોર સેનાના વર્તમાન હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરશે.

ઠાકોર સેનાનું નવું માળખું જાહેર

ઉપ-પ્રમુખના બળવા બાદ અલ્પેશ ઠાકોરે 'ઠાકોર સેના'નું નવું માળખું જાહેર કર્યું છે. આ માળખામાં રમેશજીને ઉપપ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ઠાકોર સેનાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ નવું માળખું 15મી જાન્યુઆરીથી એક વર્ષ સુધી અમલમાં રહેશે. નવા માળખામાં જગતસિંહ ઠાકોરને અમદાવાદના ઉપપ્રમુખ બનાવાયા છે.

અલ્પેશે રાહુલ ગાંધી સાથે કરી હતી બેઠક

કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે નારાજ રહેલા અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર 'ઠાકોર સેના'ને મજબૂત કરીને ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષમાં પોતાનું કદ મોટું કરવાના પ્રયાસમાં લાગ્યો છે.આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ મને જોઈએ તે જવાબદારી આપવાનું વચન આપ્યું: અલ્પેશ ઠાકોર
First published: January 15, 2019, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading