ઉત્તરપ્રદેશ: સપામાં રાજકીય સંકટ, રાજીનામા બાદ શિવપાલે કહ્યું- હું નેતાજી સાથે

Haresh Suthar | Pradesh18
Updated: September 16, 2016, 10:53 AM IST
ઉત્તરપ્રદેશ: સપામાં રાજકીય સંકટ, રાજીનામા બાદ શિવપાલે કહ્યું- હું નેતાજી સાથે
છેલ્લા બે દિવસથી સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં રાજકીય વિવાદ ઘેરો બન્યો છે અને પાર્ટીમાં તિરાડની સંભાવના પણ જોવાઇ રહી છે. આ વચ્ચે શિવપાલે કહ્યું કે,હું નેતાજી સાથે છું.

છેલ્લા બે દિવસથી સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં રાજકીય વિવાદ ઘેરો બન્યો છે અને પાર્ટીમાં તિરાડની સંભાવના પણ જોવાઇ રહી છે. આ વચ્ચે શિવપાલે કહ્યું કે,હું નેતાજી સાથે છું.

  • Pradesh18
  • Last Updated: September 16, 2016, 10:53 AM IST
  • Share this:
લખનૌ #છેલ્લા બે દિવસથી સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતાં રાજકીય વિવાદ ઘેરો બન્યો છે અને પાર્ટીમાં તિરાડની સંભાવના પણ જોવાઇ રહી છે. આ વચ્ચે શિવપાલે કહ્યું કે,હું નેતાજી સાથે છું.

સપામાં વિભાજનના અણસાર, છેલ્લા 24 કલાકમાં શું થયું, જાણવા ક્લિક કરો

ઉત્તરપ્રદેશમાં રાજકીય વિવાદના ઘટનાક્રમ બાદ શિવપાલ યાદવે હવે આરપારની લડાઇનું એલાન કર્યું છે. શિવપાલે અખિલેશ મંત્રી મંડળની સાથોસાથ યૂપી પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. વિરોધમાં શિવપાલ યાદવના પુત્ર આદિત્ય યાદવે પણ સહકારી ફેડરેશનના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.

પુત્ર બાદ શિવપાલની પત્ની સરલા યાદવે ઇટાવામાં જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદેથી પણ રાજીનામું આપી દીધું છે. જોકે સરલા યાદવે અને આદિત્યના રાજીનામાની ખરાઇ હજુ થઇ શકી નથી. સુત્રોના જણાવ્યા અનુસારા શિવપાલ આજે સવારે પોતાનો સરકારી બંગલો ખાલી કરી શકે છે. આ વચ્ચે શિવપાલના નિવાસ 7 કાલીદાસ માર્ગ બહાર સમર્થકો એકઠા થવા શરુ થઇ ગયા છે. કહેવાઇ રહ્યું છે કે, સમર્થકોની સાથોસાથ શિવપાલના અંગત ધારાસભ્યો પણ અહીં આવી રહ્યા છે.

લખનૌમાં પોતાના નિવાસની બહાર એકઠા થયેલા સમર્થકો વચ્ચે શિવપાલ આવ્યા હતા અને કહ્યું હતું કે, આપણે બધા નેતાજીની સાથે છીએ. એસપીને કમજોર થવા નહી દઇએ. તેમણે પોતાના સમર્થકોને કહ્યું કે, તમે બધા પાર્ટી કાર્યાલય જાઓ અને નેતાજી આગળ પોતાની વાત કરો.

અહીં નોંધનિય છે કે, શિવપાલે આપેલું રાજીનામું હજું મંજૂર થયું કે નહીં એ બાબતે કોઇ સ્પષ્ટ સમર્થન નથી મળ્યું.
First published: September 16, 2016, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading