અમદાવાદમાં મહિલા પોલીસે વાહન ચાલકને રોક્યો તો પગ પર વાહન ચઢાવી દીધું!

News18 Gujarati
Updated: November 9, 2019, 8:51 AM IST
અમદાવાદમાં મહિલા પોલીસે વાહન ચાલકને રોક્યો તો પગ પર વાહન ચઢાવી દીધું!
પ્રતિકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાં જ વડોદરામાં એક વાહન ચાલકે ટ્રાફિક કૉન્સ્ટેબલને 25 ફૂટ સુધી વાહનની અડફેટે લઈ ઢસડ્યો હતો.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : રાજ્યભરમાં (Gujarat) વાહનના (New Motor vehicle Act-2019) નવા નિયમો અને દંડની (Traffic fines) જોગવાઇને પગલે ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા રોજેરોજ ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક વાહનચાલકો (Riders) તરફથી ટ્રાફિક પોલીસને કડવા અનુભવ પણ થઇ રહ્યા છે. આવો જ એક અનુભવ મહિલા પોલીસ (Woman Police constable) કર્મીને થયો હતો. જ્યાં વાહનચાલકને (rider) રોકવા જતા ચાલકે વાહન રોક્યું નહિ પણ વાહન મહિલા પોલીસકર્મીના પગ પર ચઢાવી (Rammed on Legs) દીધું હતું. જેને લઇને યુનિ. પોલીસે (University Police Ahmedabad) આરોપીની (Accused) ધરપકડ કરી હતી.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના એમ. ડિવિઝન ટ્રાફિક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા વૈશાલીબહેન ડોડિયા પંચવટી સર્કલ પર તેમના અધિકારીઓ અને સ્ટાફ સાથે હાજર હતા. દરમિયાનમાં એક વાહનચાલક સ્ટોપલાઇન પાસે આવીને ઉભો હતો. તેણે હેલમેટ ન પહેર્યું હોવાથી વૈશાલીબહેને તેની પાસે દંડ બાબતે વાતચીત કરી તો વાહનચાલક આવેશમાં આવી ગયો હતો. તેણે વૈશાલીબહેનના પગ પર બાઇક ચઢાવી દેતા વૈશાલીબહેનને ઇજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો : અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવી યુવતી રિસોર્ટમાં લઈ ગઈ અને...

આ બનાવના પગલે વૈશાલી ડોડિયાએ તાત્કાલિક તેમના સ્થળ પર હાજર અધિકારીઓને જાણ કરતા પોલીસે યુનિવર્સિટી પોલીસને જાણ કરી આરોપી સતીસ ભરવાડની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે સતીષ ભરવાડ સામે આઇપીસી 279, 336, 337, 186 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ વડોદરામાં હેલ્મેટ વગર જઈ રહેલા એક ચાલકને ટ્રાફિક પોલીસે અટકાવતાં તેણે કૉન્સ્ટેબલને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં કૉન્સ્ટેબલ 25 ફૂટ સુધી ઢસડાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
First published: November 9, 2019, 8:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading