અમદાવાદ: રિક્ષા જપ્ત કરતાં બે યુવાનોએ ટ્રાફિક પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો

News18 Gujarati
Updated: November 7, 2019, 9:34 PM IST
અમદાવાદ: રિક્ષા જપ્ત કરતાં બે યુવાનોએ ટ્રાફિક પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો
રીક્ષા ડીટેઈન કરવામાં આવતા બે યુવાનોએ પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો

રીક્ષા ચાલક પાસે માત્ર લાયસન્સ સિવાય અન્ય કોઇ જ કાગળો ન હોવાથી તેમજ રીક્ષાની નંબર પ્લેટ ફેન્સી હોવાથી તેની રીક્ષા ડીટેઇન કરી હતી

  • Share this:
રૂત્વિજ સોની, અમદાવાદ : શહેરના ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ નજીક એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ટ્રાફિક પોલીસ ચોકીના કાચ તોડીને આગ ચાંપી ચોકી સળગાવવાનો પર્યાસ કર્યો છે. ટીઆરબી જવાન જીતેન્દ્રકુમાર ડાભીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેઓ આજે એસ.ટી. સ્ટેન્ડ સર્કલ પર ફરજ પર હતાં. તે દરમિયાન પીઆઇ જી. જે. રાઓલ સ્ટાફ સાથે સર્કલ પર આવ્યાં હતાં. અને રોંગ સાઇડમાં આવતા વાહનચાલકોને દંડ આપવાની કામગીરી શરૂ કરી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામગીરી દરમિયાન લગભગ સવા દસ વાગ્યાની આસપાસ GJ 18 AV 1234 નંબરનો રિક્ષા ચાલક રોંગ સાઇડમાં આવતો હતો. જેથી તેને રોકીને તેની પાસેથી લાયસન્સ સહીતના રીક્ષાના કાગળો માંગવામાં આવ્યા હતાં. જો કે રીક્ષા ચાલક પાસે માત્ર લાયસન્સ સિવાય અન્ય કોઇ જ કાગળો ન હોવાથી તેમજ રીક્ષાની નંબર પ્લેટ ફેન્સી હોવાથી તેની રીક્ષા ડીટેઇન કરી હતી.

જો કે રીક્ષા ડીટેઇન કરતાં જ રીક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને હાજર સ્ટાફને કહ્યું હતું કે, રીક્ષા ગમે ત્યાં મુકશો હું સળગાવી દઇશ અને તમોને જોઇ લઇશ. આટલું કહ્યું બાદ તે ડિટેઇન મેમોમાં સહી કર્યા વગર ત્યાંથી જતો રહ્યો હતો. અને ત્યારબાદ લગભગ પોણા બે વાગ્યાની આસપાસ અન્ય એક વ્યક્તિ સાથે એક્ટીવા પર આવ્યો હતો.

ફરિયાદ અનુસાર, એક્ટીવા પર પાછળ બેઠેલા શખ્સની પાસે એક લોખંડની પાઇપ અને કેરોસીનની બોટલ હતી. આ બંન્ને શખ્સોએ ચોકી પાસે એક્ટીવા પાર્ક કરીને નીચે ઉતરીને તેની રીક્ષા કોણે જમા કરી છે તે પોલીસ વાળો ક્યાં છે તેમ બોલવા લાગ્યો હતો, અને ટ્રાફિક ચોકી પર લગાવેલ બેનર પર કેરોસીન નાંખીને આંગ ચાંપી હતી. જ્યારે અન્ય એક શખ્સએ લોખંડની પાઇપથી બારીના કાચ તોડીને હાજર કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ આસપાસમાં લોકો એકઠા થઇ જતાં બંન્ને શખ્સો એક્ટીવા લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading