લ્યો બોલો! રીક્ષામાં આવેલા શખ્સો રાહદારીનો મોબાઇલ ખેંચી થયા રફૂચક્કર

News18 Gujarati
Updated: September 17, 2019, 10:40 PM IST
લ્યો બોલો! રીક્ષામાં આવેલા શખ્સો રાહદારીનો મોબાઇલ ખેંચી થયા રફૂચક્કર
ફાઈલ ફોટો

રીક્ષામાં આવેલા શખ્સો મોબાઇલ ખેંચીને ફરાર થઇ જાય તેવું ક્યારેય સાંભળ્યું નહીં હોય. અમદાવાદમાં આવો જ એક કિસ્સો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો

  • Share this:
રૂત્વિજ સોની, અમદાવાદ: અત્યાર સુધીમાં ચેઇન સ્નેચિંગ કે મોબાઇલ સ્નેચિંગ કરનાર આરોપીઓ બાઇક પર આવ્યા, તેવું તમે સાંભળ્યું હશે. પરંતુ રીક્ષામાં આવેલા શખ્સો મોબાઇલ ખેંચીને ફરાર થઇ જાય તેવું ક્યારેય સાંભળ્યું નહીં હોય. અમદાવાદમાં આવો જ એક કિસ્સો નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નરેન્દ્ર સોલંકી નામનો યુવાન 31મી ઓગષ્ટએ સવારે નવ વાગ્યાની આસપાસ તેમના મિત્રની સાથે લાલદરવાજાથી લીબર્ટી ક્લાસીસ જવા માટે નહેરુબ્રીજ પરથી જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક જ એક રીક્ષાચાલક આવ્યો અને ફરિયાદી ચાલી રહ્યા હતાં તેનાથી થોડેક આગળ રીક્ષા ઉભી રાખી. જ્યારે રીક્ષામાં પાછળની સીટમાં બેસેલા બે શખ્સો નીચે ઉતરીને ફરિયાદી પાસે આવ્યાં. ફરિયાદી કાંઇ વીચારે તે પહેલા જ એક શખ્સએ તેમના ખીચામાં રહેલ મોબાઇલ ખેંચી ભાગી પાછા રીક્ષામાં બેસીને પલાયન થઇ ગયાં.

જોકે, નવાઇની વાત તો એ છે કે, આરોપીઓ મોબાઇલ સ્નેચિંગ કે ચેઇન સ્નેચિંગ કરવા માટે મોટર સાયકલનો ઉપયોગ કરે એ સ્વભાવિક છે. પરંતુ આ કિસ્સામાં આરોપીઓએ મોબાઇલ ચોરવા માટે રીક્ષાનો ઉપયોગ કર્યો છે, અને એ પણ નહેરુબ્રીજ જેવા ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
First published: September 17, 2019, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading