અમદાવાદમાં સાવધાન! રિક્ષાના મુસાફરોને અજાણી જગ્યાએ લઈ જઈ લૂંટતી ગેંગ ઝડપાઈ


Updated: January 24, 2020, 2:02 PM IST
અમદાવાદમાં સાવધાન! રિક્ષાના મુસાફરોને અજાણી જગ્યાએ લઈ જઈ લૂંટતી ગેંગ ઝડપાઈ
પ્રતિકાત્મક તસવીર

રિક્ષા ચાલક અને ગેંગ અમદાવાદના શાસ્ત્રી બ્રીજના છેડે મુસાફરને લૂંટે તે પહેલાં જ પોલીસ ત્રાટકી, ગેંગનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી ગેંગ ઝડપી પાડી

  • Share this:
અમદાવાદ : શટલ રીક્ષામાં શહેરથી અજાણ હોય તેવા પેસેન્જરને બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ લુંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે ઝડપી પડ્યા છે. નારોલના શાસ્ત્રીબ્રિજના છેડે રોડની સાઈડમાં આવેલી ઝાડીમાં પેસેન્જરને લઇ રિક્ષાચાલક ટોળકી ધાક ધમકી આપી હતી ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલી દાણીલીમડા પોલીસની વાન આવી અને ફિલ્મીઢબે ભાગવા જનાર લુંટારુઓનો નાસી છૂટવાનો સમય ન આપી ઝડપી પાડ્યા.

રબારી કોલોનીમાં રહેતા દિનેશ રામપ્રસાદ નામનો મધ્યપ્રદેશનો યુવક છેલ્લા ઘણા સમયથી મોબાઈલ કંપનીના ટાવરોમાં ઈલેકટ્રીકનું કામ કરે છે. ધંધુકા પાસે આવેલા એક ગામમાં કામ ચાલતુ હોવાથી રાત્રે તે કામ પતાવી કારમાં સહ કર્મચારીઓને લઈ અમદાવાદ આવવા નીકળ્યો હતો. દિનેશ અને તેના બે સાથીદારો અનુપ જાષી અને મહેન્દ્ર જાષીને વિશાલા ચાર રસ્તા પાસે ઉતર્યા હતાં. વિશાલા સર્કલથી તેઓ શટલ રીક્ષામાં બેસીને નારોલ જવા નીકળ્યા હતાં. અગાઉથી જ રીક્ષા ચાલક ઉપરાંત ચાર પ્રવાસીઓ બેઠેલા હતા આ રીક્ષામાં બેઠેલા ત્રણ શખ્સો આગળ ચાલકની સીટ પર ગોઠવાઈ ગયા હતા જયારે દિનેશ, અનુપ અને મહેન્દ્ર પાછળની સીટ પર બેઠા હતાં રીક્ષા શાસ્ત્રીબ્રીજના છેડે પહોચે ત્યારે અચાનક જ ચાલકે રસ્તાની સાઈડમાં અંધારામાં ઝાડીની પાસે ઉભી રાખી હતી.

આ પણ વાંચો : નારાજ MLA મધુ શ્રીવાસ્તવના મામલે નીતિન પટેલે કહ્યું,'કોઈ નારાજગી નથી, તેમનો સ્વભાવ ઉગ્ર છે'

અમદાવાદમાં રિક્ષામાં બેસાડી અજાણ્યા મુસાફરોને અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટતી ગેંગ ઝડપાઈ


જેથી દિનેશે સવાલ પુછતા રીક્ષામાં બેસેલા પાંચેય શખ્સોએ તેને ધમકી આપી હતી અને તીક્ષ્ણ ધારવાળુ ચપ્પુ કાઢયુ હતું. ચપ્પુ જાઈ દિનેશ ગભરાઈ ગયો હતો જયારે બાકીના ચાર શખ્સોએ આ ત્રણેય યુવકોના ખિસ્સામાંથી રૂપિયા અને મોબાઈલ ફોન લુંટવાનો પ્રયાસ કર્યો હતો. પાંચેય લુંટારુઓ ત્રણેય યુવકોને લુંટવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન અચાનક જ પાછળથી પોલીસની જીપ આવતા લુંટારુઓ એલર્ટ થઈ ગયા હતા અને આ ત્રણેય યુવકોને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી ધમકી આપી હતી કે જો બુમાબુમ કરી તો જાનથી મારી નાંખીશ.

આ પણ વાંચો : રાજકોટ : મિત્રએ મિત્રને અભદ્ર ગાળો આપતા છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યોજેથી ત્રણેય યુવકો ગભરાઈ ગયા હતા આ દરમિયાનમાં પોલીસની જીપ રીક્ષા પાસેથી પસાર થતા ત્રણેય યુવકોને બુમાબુમ કરતા પોલીસ જોઈ ગઈ હતી અને લૂંટારુએ રીક્ષા ભગાવી મુકી હતી. પોલીસે પણ આ રીક્ષાનો પીછો કરી થોડે દુરથી આંતરી લીધી હતી અને  લુંટારુઓના ચુંગલમાંથી ત્રણેય યુવકોને છોડાવી લીધા હતાં. પોલીસે રીઝવાન પઠાણ, મુસ્તુફા પઠાણ, સમીર શેખ, આદીલ દરબાર અને નદીમ શેખની ધરપકડ કરી છે
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर