અમદાવાદઃ TRB જવાન પાસેથી રૂ.15 ભાડું લીધું, રિક્ષા ચાલકને રૂ.3500 મેમો ફટકાર્યો

News18 Gujarati
Updated: September 28, 2019, 7:18 AM IST
અમદાવાદઃ TRB જવાન પાસેથી રૂ.15 ભાડું લીધું, રિક્ષા ચાલકને રૂ.3500 મેમો ફટકાર્યો
રિક્ષા ડ્રાઇવરની મેમા સાથે તસવીર

રિક્ષા ડ્રાઈવરના માન્યો ત્યારે ટીઆરબી જવાને તેને ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ લાલજી ભાઈ પાસે લઈ ગયો હતો. ત્યારે તેને 15 રુપિયા આપ્યા અને રિક્ષાનો ફોટો પાડી લીધો હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના એક રિક્ષા ડ્રાઈવરને (Rickshaw driver) 15 રુપિયા ભાડે પડી ગયા છે. અને હવે તે 15 રુપિયાની સામે તેને 3500 ભરવાનો વારો આવી ગયો છે. નોંધનીય છે કે રિક્ષા ડ્રાઈવરની ભુલ માત્ર એટલી હતી કે તેને (Police) પોલીસ બાબુ પાસેથી ભાડુ લઈ લીધું. રત્નોતર ભાઈને સપને ખ્યાલ ન હતો કે પોતાના મહેનતના રુપિયાના બદલે તેને દંડી દેવામાં આવશે.

આ રિક્ષા ડ્રાઈવરની ભુલ માત્ર એટલી હતી કે તેને એક ટીઆરબી જવાન (TRB) પાસેથી 15 રુપિયા રિક્ષાનું ભાડું લઈ લીધુ હતું અને જેના કારણે તે ટીઆરબી જવાને અને એક પોલીસ કોન્સ્ટેબલે બદલો લેવા મચી પડ્યા અને બે દિવસ સુધી રિક્ષા ડ્રાઈવરને શોધી તેની એક ભુલ કાઢી દોડતી કરી દીધો હતો. પોલીસ આટલી મહેનત ખોટા કામ કરનારાઓ સામે કરે છે ગુના ખોરી 100 ટકા અટકી જશે.

રત્નોતર અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને રિક્ષા ચલાવે છે. 18 સપ્ટેમ્બરના રોજ તે રાયપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક ટીઆરબી જવાન રિક્ષામાં બેસી ગયો અને ખોખરા મદ્રાસી મંદિર પાસે ઉતર્યો હતો. રિક્ષા ડ્રાઈવરે ભાડુ માંગ્યુ 15 રુપિયા ત્યારે તેને સ્ટાફમાં હોવાનું જણાવ્યું પરંતુ રિક્ષા ડ્રાઈવરના માન્યો ત્યારે ટીઆરબી જવાને તેને ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ લાલજી ભાઈ પાસે લઈ ગયો હતો. ત્યારે તેને 15 રુપિયા આપ્યા અને રિક્ષાનો ફોટો પાડી લીધો હતો.

આ પણ વાંચોઃ-મહેસાણા કો. ઓ. બેન્ક ચૂંટણી મામલામાં HCની ખંડપીઠનો વચગાળાનો આદેશ

બે દિવસ બાદ તેની રિક્ષા રોકી ટીઆરબી જવાન એજ પોલીસ કોન્સ્ટેબલ (police constable) પાસે લઈ ગયો અને તેને મેમો આપી દીધો અને કહ્યું કે આ 15 રુપિયા ભાડું લેવાનું પરિણામ છે. આ મામલે રત્નોતર ભાઈએ ટ્રાફિક ડીસીપીને (traffic DCP)અરજી કરી છે.

નોંધનીય વાત તો એ છે કે એક રુટ ઉપર દુનિયા ભરની રિક્ષાઓ ચાલે છે અને જેમા અનેક રિક્ષા ચાલકો શટલ પણ મારે છે. છતા મેમો આપનાર બહાદુર ટ્રાફીક જવાનને એ નથી દેખાતુ પરંતુ તેમના સ્ટાફ પાસેથી ભાડું લીધું એ જરુરથી દેખાય છે. હાલ તો આ મામલે અરજી થઈ છે અને તપાસ બાદ અન્ય માહિતી સામે આવી શકે તેમ છે.
First published: September 27, 2019, 9:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading