Attack: અમદાવાદમાં ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવતા વ્યક્તિએ ઠપકો આપ્યો, તો ચાલકે કર્યો હુમલો
Attack: અમદાવાદમાં ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવતા વ્યક્તિએ ઠપકો આપ્યો, તો ચાલકે કર્યો હુમલો
હુમલો કરનાર રીક્ષા ચાલક ઝડપાયો
Ahmedabad Crime News: ઓવર સ્પીડમાં વાહન ચલાવવા જેવી બાબત પર જીવલેણ હુમલો (Deadly attack) થયો હોવાનું સામે આવી રહ્યું છે. હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવીમાં (live cctv) સમગ્ર ઘટના કેદ પણ થઈ છે.
અમદાવાદઃ ઓવર સ્પીડમાં રીક્ષા ચલાવી (over speed Rickshaw) રહેલા યુવકને ઠપકો આપનાર ટુ વ્હીલર સવાર પર જીવલેણ હુમલો કરાયો હતો. રીક્ષા ચાલકે લોખંડની પાઇપ વડે હુમલો કર્યાના લાઈવ સીસીટીવી (cctv) સામે આવ્યા હતા. જોકે ચાંદખેડા પોલીસે (chandkheda police) હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
ઓવર સ્પીડમાં વાહન ચલાવવા જેવી બાબત પર જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. હત્યાના પ્રયાસના લાઈવ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ પણ થઈ છે.રીક્ષા ચાલકે લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ટુ વ્હીલર સવાર હોમગાર્ડ જવાન ગંભીર ઇજાગ્રસ્ત.
પોલીસ ગિરફતમાં ઉભેલો રીક્ષા ચાલક રાકેશ દંતાણીએ હોમગાર્ડ જવાન પર જીવેલણ હુમલો કરતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. ઘટનાની વાત કર્યે તો શનિવારના રોજ રાત્રે ચાંદખેડા સ્મશાન રોડ પર રીક્ષા ચાલક રાકેશ દતાણી ગફલત પૂર્વક રીક્ષા હકારી રહ્યો હતો.
ત્યારે ટુ વ્હીલર સવાર જગદીશ દત્ત તેમની પત્ની સાથે જઈ રહ્યા હતા. તે સમયે રીક્ષા ચાલક ઓવર સ્પીડ પર ચલાવતા જગદીશભાઈ રીક્ષા ચાલક બૂમ પાડી તેને રોક્યો હતો. જે પછી રીક્ષા ચાલકને ઠપકો આપતા ઉશેકરાઈ જઈ જગદીશ દત્ત પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ગઈ હતી. જે બાદ ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરી..પકડાયેલ આરોપી રાકેશ દતાણી ચાંદખેડાનો રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે.
શનિવાર રાત્રે નશામાં આરોપી રાકેશ હુમલો કર્યો હોવાની આશકા લઈ આરોપીનું મેડિકલ ટેસ્ટ કરાવામાં આવ્યું છે. પરતું રાત્રીના સમયે ગફલત પૂર્વક રીક્ષા ચલાવતો હોવાનું કબૂલાત કરી છે. ત્યારે લોખંડની પાઇપ રીક્ષામાં પડી હતી જેથી પાઇપ ક્યાંથી લાવ્યો છે જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
ચાંદખેડા પોલીસે આરોપી રાકેશની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના નોંધાયા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે અને હાલ જગદીશ ભાઈ ની સારવાર ચાલુ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર