અમદાવાદ : સિનિયર સિટીઝનની રિવોલ્વર ચોરાઈ, તસ્કર 32 બોરની બંદૂક સાથે કારતૂસના 6 પાઉચ પણ ઉઠાવી ગયો

અમદાવાદ : સિનિયર સિટીઝનની રિવોલ્વર ચોરાઈ, તસ્કર 32 બોરની બંદૂક સાથે કારતૂસના 6 પાઉચ પણ ઉઠાવી ગયો
શાહીબાગ પોલીસ મથકની ફાઇલ તસવીર

સામાજિક કાર્યકરે પોતાની સુરક્ષા માટે ઘરમાં રાખી હતી રિવોલ્વર, 32 બોરની રિવોલ્વરમાં હતા 6 જીવતા કારતૂસ

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરના  (Ahmedabad )શાહીબાગ વિસ્તારમાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંયા તસ્કરોએ કઈ કિંમતી માલસામાનના બદલે રિલોવ્લવરની (Revolver) ચોરી કરી લીધી છે. જોકે, રિવોલ્લવર સાથે જીવતા કારતૂસના પાઉચ પણ ચોરાઈ જતા ચોરીની નુકસાની સાથે કઈ પણ અમંગળ થવાનીં સંભાવનાઓ વધી ગઈ છે. સિનિયર સિટીઝને સુરક્ષા માટે લીધેલ રિવોલ્વર ઘરના બેડરૂમ માંથી કોઈ ચોરી (Theft) કરી ગયું હોવાનો બનાવ શાહીબાગ માં સામે આવ્યો છે.

શાહીબાગ માં રહેતા અને સમાજસેવા કરતા ચંદુલાલ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે તેમણે હથિયાર રાખવાનો પરવાનો મેળવવા બાદ પોતાની સુરક્ષા માટે નહેરુનગર સર્કલ પાસે થી કોલ્ડ પોકેટ પોઝિશન મેઇડ ઈન યુ એસ એ રિવોલ્વર અને દસ કારતૂસ રૂપિયા 5 લાખમાં ખરીદ્યા હતા. ગત 18મી ડિસમ્બરના દિવસે ઊંઝામાં લક્ષ ચંડી હવનનો કાર્યક્રમ હોવાથી તેઓ હથિયાર લઈને ત્યાં ગયા હતા. 22 મી તારીખે રાત્રે પરત આવ્યા બાદ તેમણે ચાર કારતૂસ ભરેલી બત્રીસ બોર ની રિવોલ્વર અને 6 કારતૂસ ભરેલ પાઉચ તેમના બેડરૂમમાં આવેલ એક ડ્રોવરમાં મૂક્યું હતું.આ પણ વાંચો :  અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણ ભારે રહી, પતંગની દોરીએ રાહદારીઓનાં ગળા કાપ્યા, 108ને 2960 કોલ મળ્યા

જોકે 10 જાન્યુઆરીએ તેઓએ રાજકોટ જવાનું હોવાથી રિવોલ્વર લેવા માટે ડ્રોવર ખોલ્યું હતું પરંતુ તેમાંથી રિવોલ્વર અને કારતૂસ મળી આવ્યા ન હતા. તેથી ફરિયાદીએ ઘરમાં પણ અને જગ્યાએ શોધખોળ કરી હતી પરંતુ ત્યાંથી પણ ન મળી આવતાં અંતે તેઓએ પોલીસને જાણ કરી છે.

ફરિયાદી એ આ હથિયાર રાખવાનો પરવાનો હિંમતનગર કલેકટર પાસે થી મેળવ્યો હતો. અને જેનું લાયસન્સ પણ તેઓ અવાર નવાર રીન્યુ કરવા હતા. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આ પ્રકારની ચોરીમાં અને તે પણ બેડરૂમમાંથી થયેલી ચોરીમાં કોઈ જાણભેદું જ ચોરી કરી ગયો હોવાની શક્યતાઓ વધી જતી હોય છે તેથી પોલીસને ટૂંક સયમમાં તસ્કર મળી જાય તેવી વકી છે. જોકે, સિનિયિર સિટીઝનને સુરક્ષા માટે રિવોલ્વર રાખવી પડે તે પણ એક અજીબોગરીબ કિસ્સો કહી શકાય છે.
Published by:Jay Mishra
First published:January 15, 2021, 09:30 am

ટૉપ ન્યૂઝ