ક્રાંતિકારી સરદારસિંહ રાણાની વેબસાઇટ લોન્ચ, પીએમ મોદીએ પાઠવ્યો સંદેશો

News18 Gujarati
Updated: April 10, 2018, 9:02 PM IST
ક્રાંતિકારી સરદારસિંહ રાણાની વેબસાઇટ લોન્ચ, પીએમ મોદીએ પાઠવ્યો સંદેશો
સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમના લગ્ન જામનગરના ભાંગડા ગામના સોનબા સાથે થયા હતા.

સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમના લગ્ન જામનગરના ભાંગડા ગામના સોનબા સાથે થયા હતા.

  • Share this:
ભારતની આઝાડીની લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી સરદારસિંહ રાણાના જીવન અને કવન આધારી વેબસાઇટ આજે લોન્ચ કરવામાં આવી છે. સરદારસિંહ રાણાના પ્રપૌત્ર દ્વારા ખૂબ મહેનત કરીને આ વેબસાઇટ તૈયાર કરી છે. જેનું ઉદ્ગાટન સંઘ સંચાલક મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું હતું. સરદારસિંહ રાણા વેબસાઇટનાં લોન્ચિંગ કાર્યક્રમમાં, રાજ્યપાલ ઓ.પી. કોહલી, નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણભાઈ વોરા અને ભીખુભાઈ દલસાણિયા ઉપસ્થિત રહ્યા હતા.સરદારસિંહ રાણા વિરલ વ્યક્તિ હતાઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સરદારસિંહ રાણા વિરલ વ્યક્તિ હતા. તેમણે વિદેશની ધરતી પર રહી આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. આજના યુવાનોએ સરદારસિંહ રાણામાંતી પ્રેરણા લેવી જોઇએ.

સરદારસિંહ રાણા ક્રાંતિવિરોના મુકૂટ મણી હતાઃ મોહન ભાગવત
સંઘ સંચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, આપણે ત્યાં ચારેય તરફથી આઝાદી માટે પ્રયાસો થયા હતા. દેશની સ્વંતત્રતા માટે જેમણે યોગદાન આપ્યું છે તેમને યાદ કરવા જોઇએ. દેશની આઝાદી માટે બલિદાન આપનારને યાદ રાખવાની જરૂર છે. સરદારસિંહ રાણા ક્રાંતિવિરોના મુકૂટ મણી હતા. સરાદરસિંહ રાણાની વેબ સાઇટથી ક્રાંતિવીરોની જીવન શૈલી જાણવા મળશે.દેશની તમામ પ્રકારની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ક્રાંતિવીરો કામ કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે સમર્પણનો ભાવ રાખવો જોઇએ. લોકશાહીમાં વિરોધ તો હોય તે સ્વાભાવિક છે પરંતુ આપણે નવા ભારતનું નિર્માણ કરવું પડશે.

રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિવેદન
સરદારસિંહ રાણા અંગે નિવેદન આપતા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, વીર સાવરકરનો કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે સરદારસિંહ રાણા લડ્યા હતા. જ્યારે ફ્રાન્સ સરકારે સરદારસિંહ રાણાને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. ઇન્ડિયા હાઉસનો ઇતિહાસ લખાવવાની જરૂર છે. આપણે કેવી રીતે ક્રાંતિવીરોનું સન્માન કરી શકીએ તેનો વિચાર કરી શકીએ.

સરદારસિંહને દરેક ક્ષેત્રના લોકો સાથે સંબંધો હતાઃ પ્રપૌત્ર રાજેન્દ્રસિંહ રાણા
સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સરદારસિંહ રાણાને દરેક ક્ષેત્રના લોકો સાથે સંબંદો હતો. ફ્રેન્ચ, રશિયા અને જર્મનમાં તેમનો પત્ર વ્યવહાર હતો. સમય બદલાતા વેબસાઇટ સશક્ત માધ્યમ બનશે. સરદારસિંહને લંડન મોકલવાનું કામ લાઠીના રાજવી પરિવારે કર્યું હતું, સરદારસિંહ લંડન ન ગયા હોત તો ઇતિહાસ કંઇ અલગ જ હોત.સરદારસિંહની જીવન ઝરમર..
સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમના લગ્ન જામનગરના ભાંગડા ગામના સોનબા સાથે થયા હતા. પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવી આગળનું શિક્ષણ મેળવવા માટે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. સરદારસિંહ રાણા અને મહાત્મા ગાંધી એક જ વર્ગમાં ભણતા હતા. ગાંધીજી સરદારસિંહને તેમના હુલામણા નામ "સદુભા"થી બોલાવતા હતા. તેઓ બંને મિત્રો હતા. આ પછી, ઉચ્ચ અભ્યાસ રાણા મુંબઇ ત્યારબાદ પૂના ગયા. સરદારસિંહના જીવનમાં અહિંથી એક નવો વળાંક આવ્યો. 1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધી. લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. ક્રાંતિકારી પ્રવૃતિના બીજ અંહીથી વવાયા. આ પછી સરદારસિંહ રાણા વધુ અભ્યાસ માટે લંડન ગયા અને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. લંડનમાં તેઓ ભારતીય ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાના સંપર્કમાં આવ્યા. તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ભારતની આઝાદીની લડત લડતા ક્રાંતિકારીઓ માટેનું મોટુ ઠેકાણું બની ગયું. આ પછી સરદારસિંહ રાણા લંડનથી પેરિસ ગયાં."
First published: April 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading