Home /News /madhya-gujarat /33 જિલ્લાઓના મહાનગરોમાં 300 કરોડના ખર્ચે CCTV લગાવાશેઃ પ્રદીપસિંહ જાડેજા

33 જિલ્લાઓના મહાનગરોમાં 300 કરોડના ખર્ચે CCTV લગાવાશેઃ પ્રદીપસિંહ જાડેજા

પ્રદીપ સિંહ જાડેજા

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધારે સારી રીતે બની રહે તે માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

  હિતેન્દ્ર બારોટ

  ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધારે સારી રીતે બની રહે તે માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાયદા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આગામી દિવસોમાં રાજ્યના 33 જિલ્લા અને મહાનગરોમાં રૂ.300 કરોડના ખર્ચે સીસીટીવી લગાવવાની જાહેરાત પણ કરાઇ હતી. આ ઉપરાંત છેવાડાના માનવી દલિત પછાત આદિવાલીને ન્યાય મળે તેવી સૂચના પણ અપાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે સાથે નશાબંધી કાયદાનો કડક અમલ કરવો અને ગૌહત્યા પ્રતિબંધના કાયદાનો કડક અમલ કરવાનું પણ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત જયંતી ભાનુશાળી અને નલિન કોટડીયા જેવા નેતાઓ ને બીજેપી સરકાર છાવરી રહી હોવાનો કોંગ્રેસ નો આક્ષેપ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફગાવ્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠશ ગુજરાત પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાઇ હતી. સમીક્ષા બાદ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરોમાં ટ્રાફિક નિયમોનું અસરકારતાથી અમલી કરણ થાય તે માટે શહેરી સત્તા મંડળો સાથે કોર્ડનિટ કરીને કામ કરવાની સાથે સાથે જ્યાં જ્યાં ટ્રાફિક વધારે છે એવી જગ્યાઓને પ્રાથમિકતા આપવના માટે સુચનાઓ અપવામાં આવી છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં 33 જિલ્લા અને મહાનગરોમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન પણ લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે છેવાડાના માનવી દલિત પછાત આદિવાસીને ન્યાય મળે તે માટે પણ સૂચના અપાઇ છે. આ ઉપરાંત નશાબંધી કાયદાનો કડક અમલ કરાવવો અને ગૌહત્યા પ્રતિબંધના કારદાનો કડક અમલ કરાવવાની સુચનાઓ પણ અપાઇ છે.

  મોબલિંચિંગ અંગે પૂછાયેલા પ્રશ્નો ઉપર તેમણે જણાવ્યું હતું કે, સરકાર તમામ બદીઓને દૂર કરવા કટિબદ્ધ છે. મોબલિંચિંગ જેવી ઘટાનાઓ ગુજરાતને પોસાય એમ નથી. ટોળા હિંસા જેવી ઘટનાઓે રોકવા માટે જરૂરી સૂચનાઓ અપાઇ છે. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવનાર સામે ઇન્ડિયન પીનલ કોડ સહિતની કલમોના આધારે ફરિયાદ નોંધી તપાસના આદેશ પણ આપાયા છે. તેમણએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતા ગુનાઓને રોકવા જરૂરી છે. આગામી દિવસોમાં 5600 પોલીસ જવાનોની ભરતી કરવામાં આવશે એવી જાહેરાત પણ પ્રદીપ સિંહે કરી હતી.

  નલિન કોટડિયા અને જયંતી ભાનુશાળી અંગે પૂછાયેલા પ્રશ્નમાં પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે, જયંતી ભાનુશાળી અને નલિન કોટડિયા જેવા નેતાઓને ભાજપની સરકાર છાવરી નથી રહી. જે કોઇપણ ગુનામાં સંડોવાયેલા હશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. બંનેની પોલીસ દ્વારા શોધખોળ ચાલું છે.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Gujarat state, Law and order, Review meeting, ગાંધીનગર`

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन