ખૂન કા બદલા ખૂનઃ સાબરમતીમાંથી છૂટતાં જ કેદીએ કર્યું મર્ડર, લીધો ભાઇનો બદલો

News18 Gujarati
Updated: October 25, 2018, 4:27 PM IST
ખૂન કા બદલા ખૂનઃ સાબરમતીમાંથી છૂટતાં જ કેદીએ કર્યું મર્ડર, લીધો ભાઇનો બદલો
છ વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો આરોપીની હત્યા કરી મૃતકના નાના ભાઈએ વાળ્યો હતો. આશરે એક માસ પહેલા ખેલાયેલા ખૂની ખેલનો બુધવારે પોલીસે પર્દાફાશ કર્યો.

છ વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો આરોપીની હત્યા કરી મૃતકના નાના ભાઈએ વાળ્યો હતો. આશરે એક માસ પહેલા ખેલાયેલા ખૂની ખેલનો બુધવારે પોલીસે પર્દાફાશ કર્યો.

  • Share this:
સાણંદના છારોડી વિસ્તારમાં ખૂન ક બદલા ખૂન જેવી ચકચારી ઘટના બુધવારે પ્રકાશમાં આવી હતી. છ વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો આરોપીની હત્યા કરી મૃતકના નાના ભાઈએ વાળ્યો હતો. આશરે એક માસ પહેલા ખેલાયેલા ખૂની ખેલનો બુધવારે પોલીસે પર્દાફાશ કર્યો હતો અને છારોડી ગામની સીમમાં મર્ડર કરીને દાટી દેવામાં આવી હતી.

આ પણ વાંચો સજની હત્યા કેસઃ જે પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી તેની સાથે પણ લગ્ન ન કરી શક્યો!

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે વર્ષ 2012માં સાણંદ તાલુકાના છારોડી ગામે રહેતા મુસ્તુફ્ભાઈ ગાંડાભાઈ સાથે અંગત અદાવતને કારણે આ જ ગામના ઈસુબભાઈ જીવાભાઈ કુરેશીએ મુસ્તુફભાઈનું ખૂન કર્યું હતું જે ખૂન કેસમાં હાલ ઈસુબ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો હતો.

આશરે એક માસ પહેલા ઈસુબ પેરોલ પર છૂટીને પોતાની બહેન ખેરુનને ત્યાં રહેવા આવેલ હતો પરંતુ રહેવા આવ્યાના બે દિવસ બાદ તેની સાથે જ પેરોલ પર છુટેલા ઇબ્રાહીમનો ઈસુબ પર 26 સપ્ટેમ્બર ના રોજ ફોન આવેલ અને ઈસુબ દાદાગ્રામથી નીકળ્યા બાદ બે દિવસ સુધી પાછો ન આવતા તેની બહેન ખેરુને ઈસુબ ગુમ થવા અંગે સાણંદ પોલીસમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી પરંતુ એક માસ સુધી ઇસુબનો પત્તો મળ્યો ન હતો.

મૃતક ઇસુબ - આરોપી શૌકત - આરોપી આબિદ


જેથી તેના પરિવારજનો ને શંકા જતા સઘળી હકીકત તેમજ ઇસુબનું ખૂન થયું હોવાની આશંકા પોલીસ સમક્ષ રજુ કરતા પોલીસે શંકાના આધારે છારોડી ખાતે રહેતા બે ઈસમો નામે આબિદભાઈ ગાંડાભાઈ વાઘેલા તેમજ સોહિતખાન બહેલોલખાન પઠાણની કડક પૂછપરછ હાથ ધરતા સમગ્ર બંને એ મળી ઇસુબનું કાસળ કાઢ્યું હોવાનું કબુલ્યું હતું અને આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો.જોકે, હજી આ પ્રકરણમાં ખૂન કઈ રીતે કર્યું કે અન્ય કોઈ આરોપીની સંડોવણી જેવા અન્ય પ્રશ્નો વણ ઉકલ્યા છે જે પોલીસ તેમજ એફ એસ એલની તપાસમાં બહાર આવશે.અહીં ક્લિક કરી વાંચો PM મોદીએ મેકઅપ માટે રાખી છે મહિલા, મળે છે 15 લાખ રૂપિયાનો પગાર ?

ઇસુબે વર્ષ 2012માં જેનું ખૂન કર્યું હતું તે મુસ્તુફનો ભાઈ આબિદ ઈસુબ જેલમાંથી છૂટે તેનીજ રાહ જોઇને બેઠો હોય તેમ પેરોલ પર છુટ્યાના ત્રીજા દિવસે જ ઈસુબને સોહિત પઠાણની મદદથી છારોડીની સીમમાં લઇ જઈ પતાવી દીધો હતો અને લાશને તલાવડીમાં જ 28 દિવસ પહેલાં જ દાટી દીધી હતી.

ઈસુબ પેરોલ ઉપર છૂટીને આવ્યા બાદ ગઈ તા.26 સપ્ટે ના રોજ તેના પર ઇબ્રાહીમનો ફોન આવતા તે જુહાપુરા રવાના થયો હતો. ત્યારબાદ 28મી સપ્ટે. ના રોજથી તેનો ફોન બંધ આવી રહ્યો હતો. અને આ ઘટના પણ એજ અરસામાં બની હોવાથી ઈબ્રાહિમની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે.

સાણંદના છારોડી ગામે ખૂનની ઘટના ને પગલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શકમંદ આરોપીઓને ઘટના સ્થળે લવાયા હતા અને લાશને દાટેલી જગ્યાએથી આરોપીઓએ આપેલા ડીરેક્શન મુજબ ખાડો ખોદીને બહાર કાઢવામાં આવી હતી. ઘટના સ્થળે છારોડી-વિરોચનનગર તેમજ આસપાસના ગામોમાંથી લોકોના ટોળે તોલા ઉમટી પડ્યા હતા.
First published: October 25, 2018, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading