ડુપ્લિકેટ ઇન્જેક્શન કૌભાંડમાં ખુલાસો, હર્ષ ઠાકોરે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જથ્થો ડિલિવર કર્યો હતો?

ડુપ્લિકેટ ઇન્જેક્શન કૌભાંડમાં ખુલાસો, હર્ષ ઠાકોરે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જથ્થો ડિલિવર કર્યો હતો?
ડુપ્લિકેટ ઇન્જેક્શન કૌભાંડમાં ખુલાસો, હર્ષ ઠાકોરે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જથ્થો ડિલિવર કર્યો હતો?

નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડના તાર સુરત અને અમદાવાદ સુધી ફેલાયા

  • Share this:
અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે કોરોનાના નકલી ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડના તાર સુરતથી અમદાવાદ અને હવે SVP હોસ્પિટલના કમ્પાઉન્ડ સુધી પહોંચ્યા છે. પોલીસનું કહેવું છે કે હર્ષ ઠાકોરે આ જથ્થો એસવીપી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડિલિવર કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે નકલી ઇન્જેક્શન કૌભાંડમાં અમદાવાદના ફાર્મસી સહિત 5 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં બે લોકોની અટકાયત પણ કરાઈ છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં નકલી ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કૌભાંડને લઈને 5 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો કે આ નકલી ઇન્જેક્શન સુરતથી લાવીને SVP હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડિલિવર કર્યો હતો તેવું બી ડિવિઝનના એસીપી એલ બી ઝાલાએ જણાવ્યું છે. જેનો મુખ્ય સૂત્રધાર બોડી બિલ્ડર એવા હર્ષ ઠાકોરનું નામ સામે આવ્યું છે. જે સુરતથી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો જથ્થો લાવીને વેચાણ કરતો હોવાનું ખુલ્યું હતું.આ પણ વાંચો - સોશિયલ મીડિયામાં પોલીસને ગેરમાર્ગે દોરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : DGP શિવાનંદ ઝા

નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડના તાર સુરત અને અમદાવાદ સુધી ફેલાયા છે. આ કૌભાંડની વાત કરીએ તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીના પરિવારે બિલ વગર 1.35 લાખ રૂપિયામાં 3 બોક્ષ ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન મેળવ્યા હતા. જે નકલી હોવાનું બહાર આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરતા સુભાસબ્રિજ પાસે આવેલી મા ફાર્મસી નામની દુકાનના માલિક અક્ષય અને આશિષ શાહ પાસેથી દર્દીના સગાએ ખરીદ્યા હતા. આ ઇન્જેક્શન બાબતે દુકાનમાં તપાસ કરતા ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન મળ્યા ન હતા. જેથી બંનેની પૂછપરછ કરતા ચાંદખેડાના રહેવાસી અને બોડી બિલ્ડર એવા હર્ષ ઠાકોર પાસેથી SVP હોસ્પિટલ પાસે આવી 80,000માં ખરીદ્યા હતા. જેથી હર્ષ ઠાકોર આ ઇન્જેક્શન આપતો હોવાને લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હર્ષને SVP હોસ્પિટલમાં બોલાવી પૂછપરછ કરતા પાલડીમાં પ્રોટીન પાવડરનું વેચાણ કરતા નિલેશ લાલીવાલાનું નામ ખુલ્યું હતું.

આરોપી હર્ષ ઠાકોરે નકલી ટોસિલિઝૂમેબના 2 બોક્ષ 50 હજાર રૂપિયામાં નરેશ ચૌધરી નામના વ્યક્તિને આપ્યા હતા. જ્યારે 80 હજાર રૂપિયામાં મા ફાર્મસીના અક્ષય શાહને આપ્યા હતા. નિલેશે સ્ટીરોઇડ ઇન્જેક્શન સુરતના સોહેલ પાસેથી ખરીદ્યા હતા અને આ ઇન્જેક્શન હર્ષ અને એથલિટ વ્યક્તિને બિલ વગર વેચ્યા હોવાનું ખુલ્યું હોવાનું બી ડિવિઝનના એસીપી એલ બી ઝાલાએ જણાવ્યું હતું.

નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયો હતો. આ ખુલાસો થતા જ આ દુકાનો બંધ થઈ ગઈ હતી. 400 મિલિગ્રામના ઇન્જેક્શનનું સુરતથી વેચાણ થયું હોવાનું આ કૌભાંડ હતું. આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનો દાવો ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો છે. અગાઉ હર્ષને અલગ અલગ બ્રાન્ડના વિવિધ સ્ટીરોઇડ ઇન્જેક્શન 2 હજારથી 3 હજાર રૂપિયામાં વેચ્યા હોવાનું પણ ખુલ્યું છે. મહત્વ નું છે કે આ કૌભાંડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ નકલી ઇન્જેક્શન વેચ્યા હોવાની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે અક્ષય શાહ, આશિષ શાહ, હર્ષ ઠાકોર, નિલેશ લાલીવાલા અને સોહેલ વિરુદ્ધ ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરી બે લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:July 21, 2020, 17:12 pm

ટૉપ ન્યૂઝ