પાકના વળતા હુમલા માટે ભારત તૈયાર, સીમાવર્તી ગામો ખાલી કરાવાયા

Haresh Suthar | Pradesh18
Updated: September 29, 2016, 4:34 PM IST
પાકના વળતા હુમલા માટે ભારત તૈયાર, સીમાવર્તી ગામો ખાલી કરાવાયા
ઉરી હુમલાનો બદલો લીધા ઉશ્કેરાયેલ પાકિસ્તાનના વળતા જવાબનો પણ જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી બતાવી છે. ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ ભડકેલા પાકિસ્તાનના કથિત વળતા હુમલાની શક્યતાને જોતાં સરહદ પરના ગામડાઓને ખાલી કરાવાયા છે. પંજાબ, ગુજરાત, રાજસ્થાન, ગોવા સહિતના રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને સેનાને સતર્ક રહેવા આદેશ આપી દેવાયા છે.

  • Pradesh18
  • Last Updated: September 29, 2016, 4:34 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉરી હુમલાનો બદલો લીધા ઉશ્કેરાયેલ પાકિસ્તાનના વળતા જવાબનો પણ જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી બતાવી છે. ભારતીય સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન બાદ ભડકેલા પાકિસ્તાનના કથિત વળતા હુમલાની શક્યતાને જોતાં સરહદ પરના ગામડાઓને ખાલી કરાવાયા છે. પંજાબ, ગુજરાત, રાજસ્થાન, ગોવા સહિતના રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને સેનાને સતર્ક રહેવા આદેશ આપી દેવાયા છે.

વાંચો :સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનને પગલે ગુજરાતમાં હાઇ એલર્ટ

ગૃહમંત્રાલયે ગુજરાત, કાશ્મીર, પંજાબના સીમાવર્તી ગામોને ખાલી કરાવવાની સુચના રાજ્ય સરકારોને આપી છે. રાજ્ય સરકારોને આ મામલે સત્વરે કાર્યવાહી કરી લોકોને સ્થળાંતર કરવાનું શરુ કરી દેવાયું છે.

વાંચો :ઉરી હુમલાનો લીધો બદલો, 40 આતંકીઓને કર્યા ઠાર

ગુજરાતમાં માછીમારોને આંતર રાષ્ટ્રીય સીમાની નજીક ન જવા સુચના આપવામાં આવી છે. પંજાબમાં હુસૈનીવાલા બોર્ડર પર જનાર બીટિંગ રિટ્રીટ રદ કરી દેવાઇ છે. ફિરોજપુરના જિલ્લા કલેકટર જી પી એસ ખરબંદાએ કહ્યું કે, અહીં સ્થિતિ હજુ સામાન્ય છે અને અમે લોકોને અગમચેતીના ભાગરૂપે સરહદથી 10 કિલોમીટર સુધીની સ્કૂલ બંધ કરવા સુચના આપી છે.

મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના તટીય વિસ્તારોમાં હાઇ એલર્ટ બાદ પઠાણકોટની સિવિલ હોસ્પિટલને પણ હાઇ એલર્ટ પર રખાઇ છે. કોઇ પણ આપાતકાલિન સ્થિતિને ખાળવા માટે હોસ્પિટલ પ્રશાસનને સતર્ક રહેવા આદેશ અપાયા છે. ઇમરજન્સી વોર્ડને પણ ખાલી કરાવાયા છે. ડોક્ટરો, નર્સો અને હોસ્પિટલ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.
First published: September 29, 2016
વધુ વાંચો
अगली ख़बर