Home /News /madhya-gujarat /

અમદાવાદ: હરિભક્તોની માંગણીને માન આપી ફરી એકવાર ડ્રોન શૉ, દેશ-વિદેશના સંતો પણ જોડાશે

અમદાવાદ: હરિભક્તોની માંગણીને માન આપી ફરી એકવાર ડ્રોન શૉ, દેશ-વિદેશના સંતો પણ જોડાશે

કાર્યક્રમમાં ડ્રોન શૉ અને લાઈટ શૉનું આયોજન

આ પર્વની ઉજવણીમાં જુદા જુદા દિવસે વિવિધ કાર્યક્રમોનું (Program) આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમની શરૂઆત ચારવેદના પૂજન સાથે થઈ હતી. તથા પોથીયાત્રા, મહાપૂજા, સમુહ આરતી (Samuh Aarti), નરનારાયણ દેવનો અભિષેક, સાબરમતી (Sabarmati) નદીની આરતી, કથા-વાર્તા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે.

વધુ જુઓ ...
     અમદાવાદ: અડાલજ (Adalaj) ખાતે ઉજવાઈ રહેલા પ્રતિષ્ઠા મહોત્સવને “પર્વ” (Parv) વિશેષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વની ઉજવણીમાં જુદા જુદા દિવસે વિવિધ કાર્યક્રમોનું (Program) આયોજન કરવામાં આવેલું છે.
    આ કાર્યક્રમની શરૂઆત ચારવેદના પૂજન સાથે થઈ હતી. તથા પોથીયાત્રા, મહાપૂજા, સમુહ આરતી (Samuh Aarti), નરનારાયણ દેવનો અભિષેક, સાબરમતી (Sabarmati) નદીની આરતી, કથા-વાર્તા, પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. આ વિવિધ દિવસોમાં વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો પણ મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે. આ મહોત્સવમાં દેશ-વિદેશના સંતો-ભક્તો પણ જોડાઈ રહ્યા છે.

    આ મહોત્સવમાં રાતના કાર્યક્રમમાં ડ્રોન શૉ (Drone Show) અને લાઈટ શૉ (Light Show) જેવા વિવિધ શૉ રાખવામાં આવ્યા હતા. તથા જુદા જુદા કલાકારો દ્વારા સાંસ્કૃતિક મનોરંજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ દરમિયાન રાજ્યના પ્રખ્યાત કલાકારો જેમ કે પદ્મશ્રી (Padma Shree) એવોર્ડ વિજેતા ભીખુદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્ય ગઢવી, ભૌમિક શાહ જેવા કલાકારોએ ભાગ લીધો હતો.

    આ પણ વાંચો: સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ અંગે સુરત કોર્ટમાં નવ પંચનામા, 18 સાક્ષીઓની જુબાની લેવાઈ

    1લી માર્ચે મહોત્સવમાં ડ્રોન શો (Drone Show) યોજાયો હતો, જેમાં 600થી વધુ ડ્રોનએ ભાગ લીધો હતો. આ ડ્રોન શો એ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ શો એ લોકોમાં ઉત્સાહ અને ઉમંગ એટલો વધારી દીધો હતો કે આ શો ફરીથી રજૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી.

    આ પણ વાંચો: રાજ્યમાં શિક્ષકોની ભરતીની સરકારની જાહેરાત છતા ઉમેદવારોમાં નારાજગી કેમ?

    ડ્રોન શોમાં લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને મહોત્સવની કાર્યક્રમ સમિતિએ ડ્રોન શો બીજા દિવસે પણ ફરીથી રજૂ કર્યો હતો. ત્યારબાદ આ મહોત્સવની રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. જેમાં કિંજલ દવેએ કાર્યક્રમને આનંદમય વાતાવરણથી આનંદિત કર્યો હતો. અને સાથે ગરબાની (Garba) રમઝટ પણ કરાવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: BAPS Swaminarayan, અમદાવાદ, સ્વામિનારાયણ મંદિર

    આગામી સમાચાર