Ahmedabad News: પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ બીજાનો જીવ બચાવવા માટે એક પળનો પણ વિચાર ન કર્યો હતો. અને વરોડ નજીક માછળનાળામાં ડૂબી રહેલા આધેડનું રેસ્ક્યૂ (Rescue) કરીને જીવ બચાવ્યો છે.
અમદાવાદઃ 108 ઇમરજન્સી સેવા (Emergency service) 24 કલાક લોકોની સેવા માટે સજ્જ હોય છે. 108 એમ્બ્યુલન્સના પાયલોટનું (pilot ambulance) કામ સમય સર હોસ્પિટલ (Hospital) પહોંચાડવાનું હોય છે. ઈએમટીનું (EMT) કામ પ્રાથમિક સારવાર આપવાનું. જોકે આજે પાયલોટ અને ઈએમટીએ સલાહનીય કામ કર્યું છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ બીજાનો જીવ બચાવવા માટે એક પળનો પણ વિચાર ન કર્યો હતો. અને વરોડ નજીક માછળનાળામાં ડૂબી રહેલા આધેડનું રેસ્ક્યૂ (Rescue) કરીને જીવ બચાવ્યો છે.
ઝાલોદ તાલુકાના માછળનાળા પુલ પાસે એક આધેડ નદીમાં કૂદી જતા દાહોદથી દર્દીને મૂકી પરત લોકેશન પર જતા સંજેલીના ઈએમટી તેમજ પાયલોટે સતર્કતાથી સ્પાઈન બોર્ડની મદદથી હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
ઝાલોદ તાલુકાના ટાંડી ગામના મનુભાઈ હરસીંગભાઇ ભાભોર અગમ્ય કારણોસર ઝાલોદ તાલુકાના વરોડ નજીક માછણ નાળા ડેમમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ ઘટનાને લઇ આસપાસના લોકો ભેગા થયાં હતા. તે સમયે સંજેલીથી દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં દર્દીને મુકવા ગયેલા ઇમરજન્સી 108 સંજેલી લોકેશનના EMT કલ્પેશ તાવીયાડ તેમજ પાઇલોટ ગણપત નિનામા માછલનાળા પુલ પાસે લોકોને જોઇને ઊભા રહ્યા હતા.
પરંતુ ડૂબતો માણસ પુલથી દૂર હોવાથી EMT તેમજ પાયલોટ સ્પાઈન બોર્ડ તેમજ દોરડું લઈ ડેમમાં ઝંપલાવ્યું હતું. અને ફાઈન બોર્ડની મદદથી ડૂબી રહેલા ઈસમને હેમ કેમ બહાર કાઢી વધુ સારવાર અર્થે લીમડી સીએસસી સેન્ટર ખાતે લઇ ગયા હતા.