કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા ભાજપે તૈયાર કરી 51 ચીજવસ્તુઓ

News18 Gujarati
Updated: April 3, 2019, 9:41 PM IST
કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા ભાજપે તૈયાર કરી 51 ચીજવસ્તુઓ
પ્રતિકાત્મક તસવીર

ભાજપે તેમના પ્રચાર માટે અલગ-અલગ 51 ચીજવસ્તુ તાયાર કરી

  • Share this:
લોકોમાં મોદી લહેર ફેલાવવા અને લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા ભાજપ કામે લાગી ગયું છે. ત્યારે ભાજપે તેમના પ્રચાર માટે અલગ-અલગ 51 ચીજવસ્તુ તાયાર કરી છે. કઈ છે આ 51 ચીજવસ્તુઓ અને ભાજપ કેવી રીતે કરશે તેનો ઉપયોગ.

વિધાનસભા ચૂંટણીની જેમ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર લાવવા ભાજપ કામે લાગી ગયું છે, અને ભાજપ લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોઈ પણ કચાસ રહે તેનું ધ્યાન રાખી રહી છે જેના માટે ખાસ તૈયાર કરાઈ છે અને આ 51 વસ્તુઓ જે ભાજપ પ્રચાર દરમિયાન તેનો ઉપયોગ કરશે.

મોદી મેજીક માટે ખાસ 51 વસ્તુઓ તૈયાર કરાઈ છે. જેમાં મહિલાઓ કાર્યકર્તાઓ અને પ્રચારકોને ધ્યાને લઈ મહિલાઓ માટે મોબાઈલ કવર, લેડિસ પર્સ, બક્કલ, હેર પીન અને સાડી જેવી વસ્તુઓ. તો યુવાનો માટે ટી-શર્ટ, ચશ્મા, બેલ્ટ, કિચન જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે.

તો ગરમી હોવાથી પંખો અને ટોપીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ભાજપના પ્રચાર અને જાહેર કાર્યક્રમો દરમિયાન મોદી માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ભાજપનું કેમ્પેઈન મે ભી ચોકીદાર પણ આ પ્રચારમાં જોવા મળશે. ભાજપ દ્વારા એક એવી ટોપી બનાવવામાં આવી છે જેના પર મે ભી ચોકીદાર લખવામાં આવ્યું છે. તો આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સંસદ, પીએમ મોદી અને અમિત શાહના કટ આઉટ પણ બનાવવામાં આવ્યા છે. તો સાથે પ્રચાર માટે ખાસ રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે જે તમામ બેઠકો પર જઈ પ્રચાર કરશે.

માઈક્રો પ્લાનિંગમાં કોંગ્રેસ કરતા ભાજપ હંમેશા આગળ માનવામાં આવે છે. ત્યારે ભાજની આ મહેનત કેટલી રંગ લાગે છે તે તો 23 મેના રોજ જ ખબર પડશે.
First published: April 3, 2019, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading