Remdesivir અછતનો મામલો : GMCLએ રેમડેસિવિર વહેંચવાની સત્તા હવે તમામ જિલ્લાના કલેક્ટરને સોંપી

Remdesivir અછતનો મામલો :  GMCLએ રેમડેસિવિર વહેંચવાની સત્તા હવે તમામ જિલ્લાના કલેક્ટરને સોંપી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

લોકો જયા મળે ત્યાંથી રેમડેસિવિરનો સ્ટોક કરવા લાગી ગયા છે. પરિણામે આ ઇન્જેક્ષનની તીવ્ર તંગી પૈદા થઇ છે. જેને લઇને આ ચેઇન બ્રેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જીએમસીએલને સૂચના આપવામાં આવી

  • Share this:
ગાંધીનગર : કોરોનાની મહામારી (Covid-19) વચ્ચે રોજ સીએમ રુપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળે છે, જેમા કોરોનાની વાસ્તવિક સ્થિતિનુ મૂલ્યાંકન થાય છે. આ બેઠક દરમિયાન રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું છે કે, જેને જરુર ના હોય એવા દર્દીઓને પણ ડોકટરો રેમડેસિવિર (Remdesivir )ઇન્જેક્ષનની ભલામણ કરી રહ્યા છે.

એકતરફ રેમડેસિવિરનું ઉત્પાદન ને પૂરવઠો ગુજરાત સહિત સમગ્ર ભારતમા ઓછો છે ત્યારે આવી ભલામણોને કારણે લોકોમાં પેનિકની સ્થિતિ પૈદા થઇ છે ને, લોકો જયા મળે ત્યાંથી રેમડેસિવિરનો સ્ટોક કરવા લાગી ગયા છે. પરિણામે આ ઇન્જેક્ષનની તીવ્ર તંગી પૈદા થઇ છે. જેને લઇને આ ચેઇન બ્રેક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જીએમસીએલને સૂચના આપવામાં આવી છે.



રાજ્ય સરકારની સૂચના અનુસાર જીએમસીએલ એટલે કે, (ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરને હવે રેમડેસિવિર વહેંચવાની સત્તા આપવામાં આવી છે. ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને રેમડેસિવિર વહેંચણી માટે આ સત્તા અપાઇ છે.

આ પણ વાંચોસુરત : ટ્રેનમાં મોબાઈલ ચોરવાનું ભારે પડ્યું, લોકોએ મેથીપાક આપી, પગ બાંધી લટકાવ્યો ઊંધો - Video

સરકારી કોવિડ હોસ્પિટલોને પૂરતો જથ્થો આપ્યા બાદ જો રેમડેસિવરનો સ્ટોક વધે તો એ જથ્થો હવે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને વહેંચવા માટે જે તે જિલ્લા કલેક્ટર નિર્ણય લઇ શકશે. સરકારી કોવિડ હોય્પિટલોને જરુરી જથ્થો અપાયા બાદ કઇ ખાનગી કોવિડ હોસ્પિટલને કેટલા રેમડેસિવિર આપવા તે હવે જે- તે જિલ્લાના કલેક્ટર નક્કી કરશે.

રેમડેસિવરની વહેંચણી માટે બે મુદુા અગત્યના રહેશે

૧- સરકારી કોવિડ હોસ્પિટલ ને આપ્યા બાદ કેટલો જથ્થો વધ્યો છે

૨- જે તે ખાનગી હોસ્પિટલે જે ડીમાન્ડ કરી છે - એ ડીમાન્ડ અનુસાર ખરેખર સિરીયસ દર્દીઓ કેટલા છે કોની પ્રાથમિકતા છે તેના આધારે કલેક્ટર દ્વારા આ વહેંચણી કરાશે.

આ પણ વાંચોઅમદાવાદ : રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ, રૂ. 8500માં ઈન્જેક્શન વેચનારને છટકું ગોઠવી ઝડપ્યો

જયાં સુધી પાટનગર ગાંધીગનરની વાત છે ત્યા સુધી આજે સાંજે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા એક પરિપત્ર જાહેર કરાશે. ગાંધીનગરમા કુલ ૩૦ જેટલી ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ્સ છે, એ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલને રેમડેસિવિર ઇન્જેક્ષન કેવી રીતે મળશે તે મુદુદે આજે પરિપત્ર જાહેર કરાશે. આ પરિપત્ર મા મુખ્ય તો રેમડેસિવિર માટે ખાસ બનાવાયેલુ ઇ મેઇલ આઇ ડી રહેશે. તે ઇ મેઇલ આઇ ડી પર ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો એ એક -એક દર્દી દીઠ વિગતો અને ટોટલ ડીમાન્ડ રજૂ કરવાની રહેશે.

સરકારી કોવિડ હોસ્પિટલને રેમડેસિવિર આપ્યા બાદ વધેલા સ્ટોક અને ખાનગી હોસ્પિટલોમાં સિરીયસ દર્દીઓની પ્રાથમિકતાના આધારે આ ૩૦ માંથી કઇ હોસ્પિટલને કેટલા રેમડેસિવિર આપવા તે મુદુદે કલેક્ટર કુલદીપ આર્ય નિર્ણય લેશે.
Published by:kiran mehta
First published:April 14, 2021, 16:13 pm

ટૉપ ન્યૂઝ