અમદાવાદ : રેમડેસિવિરની કાળા બજારી કરતા લોકોની ખેર નથી! દલાલો પર ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર

અમદાવાદ : રેમડેસિવિરની કાળા બજારી કરતા લોકોની ખેર નથી! દલાલો પર ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર
Remdesivri ઇન્જેેક્શનની કાળાબજારીને ડામી દેવા માટે દેશની શ્રેષ્ઠ એજન્સી મેદાને

Remdesivir Black selling : જો તમારા ધ્યાનમાં કોઈ દલાલ અથવા કાળા બજારીયો ઓવે તો શું કરશો? ક્રાઇમ બ્રાન્ચે આપી માહિતી, માનવતાના દુશ્મન પર છે 'ખાખીનો ડોળો'

  • Share this:
દેશમાં કોરોનાની (Coronavirus) બીજી લહેરથી અનેક લોકોનાં મોત થઈ રહ્યા છે તો અનેક લોકો કોરોના સંક્રમિત થતા બચી શક્યા નથી. કોરોનાએ જે રીતે માથું ઉચકયું છે તેના થી તમામ લોકો પરેશાન છે અને તેના થી કઈ રીતે બચી શકાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.જોકે આવા સમયે પણ રેમડિસિવિર ઈન્જેકશનની (Remdesivir) જરૂરિયાત ઉભી થતા અને લોકો આ ઇન્જેક્શનની પણ કાળા બજારી અને નકલી ઇન્જેકશન બનવવાની શરૂઆત કરી નાખી છે અને જેથી લોકોને 10 થી 50 ગણા સુધી વધુ ભાવ આપી ખરીદવા મજબૂર બનવું પડી રહ્યું છે.તેવા માં ક્રાઈમ બ્રાન્ચે રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ જાડેજાનાં સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જેમાં અનેક લોકો ઝડપાઈ ગયા છે.

આરોપીઓએ હદ તો ત્યારે કરી નાખી કે નકલી ઇન્જેકશન બનાવવાની પણ શરૂઆત કરી નાખી અને લોકોના જીવ સાથે રમત રમવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરી એ તમામ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આવામાં હાલ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ટીમ બનવવામાં આવી છે અને જે લોકો શહેરમાં આવા લોકોને પકડવા કાર્યવાહી કરી રહ્યા છે.આ પણ વાંચો : સુરત : વરાછામાં કારખાનામાંથી ચોરાયા 23 લાખના હીરા, કારીગર જ કરી ગયો હતો 'કળા'

આ પણ વાંચો : COVID : RTPCR ટેસ્ટ કીટને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશો

નોંધનીય વાત તો એ છે કે હાલ ક્રાઈમ બ્રાન્ચને એકજ ટાર્ગેટ છે કે માત્ર આવા ઇન્જેકશનનો વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને જેલમાં મોકલવા માં આવે. ક્રાઈમ બ્રાન્ચના ACP ડી.પી ચુડાસમાનું કેહવું છે કે કોઈ પણ વ્યક્તિને શંકા જાય અથવા કોઈ આરોપી ઈન્જેકશનની કાળા બજારી કરે તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.

ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા આવી કાર્યવાહી સાથો સાથ કોરોના દર્દીઓ,તેમના સગા અને કોરોના દર્દીઓ ની સારવાર કરી રહેલા તબીબોને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરાઈ રહી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે શહેરની અન્ય પોલીસ પણ ફરી કામે લાગી ગઈ છે અને એક માનવતા નું કામ પૂરું પાડી રહી છે.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

મુશ્કેલીના સમયમાં ક્રાઇમ બ્રાન્ચ જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ આપીને સેવા પમ કરી રહી છે. તો તાજેતરમાંજ ગૃહરાજ્ય મંત્રી દ્વારા સન્માનિત થયેલા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દેસાઈ


આ પણ વાંચો : રાજકોટ : Coronaની બીજી લહેરમાં સૌથી વધુ મોત ગ્રામ્ય વિસ્તારની 25-60 વર્ષની સ્ત્રીઓનાં થયા, ચોંકાવનારું તારણ

જોકે કોરોનાના સમયમાં જે રીતે પોલીસ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેને ધ્યાન માં લઈ રાજ્યના ગૃહ રાજય મંત્રી દ્વારા ગુજરાતના 9 પોલીસ ને સમ્માન કરવા માં આવ્યા છે અને જેમાં ક્રાઈમ બ્રાન્ચના PSI એસ.જે.દેસાઈને પણ સમ્માન કરવા માં આવ્યા છે
Published by:Jay Mishra
First published:May 08, 2021, 08:40 am

ટૉપ ન્યૂઝ