Home /News /madhya-gujarat /

30 સપ્ટેમ્બર સુધી PUCમાં રાહત, HSRP નંબર પ્લેટ લગાવવા માટે વધુ એક મહિનો લંબાવાયો

30 સપ્ટેમ્બર સુધી PUCમાં રાહત, HSRP નંબર પ્લેટ લગાવવા માટે વધુ એક મહિનો લંબાવાયો

પીયુસી માટે લાઇનોમાં ઊભેલા વાહન ચાલકો

PUC કઢાવવાની સમય મર્યાદામાં વધારો કરાયો છે. તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી પીયુસીમાં રાહત આપવામાં આવશે. 30 સપ્ટેમ્બર બાદ જનતાને આકરો દંડ ભરવો પડશે.

    વિભુ પટેલ, અમદાવાદઃ રાજ્યની જનતા માટે રાહતના સમાચાર આવી ગયા છે. PUC (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ)કઢાવવાની સમય મર્યાદામાં વધારો કરાયો છે. તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી પીયુસીમાં રાહત આપવામાં આવશે. 30 સપ્ટેમ્બર બાદ જનતાને આકરો દંડ ભરવો પડશે. આ ઉપરાંત HSRP નંબર પ્લેટ લગાવવા માટે પણ વધુ એક મહિનો લંબાવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

    કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે. જેનો અમલ ગુજરાત સરકાર દ્વારા 16મી સપ્ટેમ્બરથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે રાજ્યમાં વાહન ચાલકો પીયુસી કઢાવવા માટે લાબી લાઇનોમાં ઊભા રહીને પીયુસી સર્ટિફિકેટ ગઠાવવા લાગ્યા હતા. જોકે, આવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવતા લોકોને થોડી વધારે રાહત મળશે.

    ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક એક્ટમાં સુધારા વધારા કરીને આગામી 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.16 સપ્ટેમ્બરે નવો વિહિકલ એકટ ગુજરાતમાં અમલી બનશે અને નવા ટ્રાફિક એક્ટનો કડક અમલ કરવામાં આવશે. ત્યારે નવા ટ્રાફિક એક્ટને લઈને વાહન ચાલકો સચેત થયા છે. જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે લોકોની લાઈનો લાગી હતી. PUC કઢાવવા વાહન ચાલકોની મોટી લાઈનો લાગી.. જુના નિયમ મુજબ PUC વગર 100 રૂપિયા દંડ હતો. જ્યારે નવા નિયમ મુજબ PUC વગર પહેલી વારમાં 500 રૂપિયાનો દંડ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: 30 september, HSRP Number plate, PUC, Traffic rule, અમદાવાદ, આરટીઓ`, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन