વાહન ચાલકો માટે રાહતના સમાચાર, HSRP નં. પ્લેટ માટે સમય મર્યાદા વધારાઈ

News18 Gujarati
Updated: March 23, 2018, 8:33 PM IST
વાહન ચાલકો માટે રાહતના સમાચાર, HSRP નં. પ્લેટ માટે સમય મર્યાદા વધારાઈ
Relief news,vehicle,drivers,Increase,time,limit,HSRP no. plate

Relief news,vehicle,drivers,Increase,time,limit,HSRP no. plate

  • Share this:
રાજ્યમાં વાહનો માં એચ.એસ.આર.પી વાળી નંબર પ્લેટ લગાડવા માટે અંતિમ અવધિ 31 માર્ચ હતી જેમાં રાજ્ય સરકારે એક મહિનો મુદત વધારવાનો નિર્ણય કર્યો છે. હવે 30 એપ્રિલ સુધી નમ્બર પ્લેટ લગાવી શકાશે.

આજે ગૃહમાં વાહન વ્યવહાર પ્રધાન આર સી ફળદુએ કહ્યું કે, 2કરોડ 39 લાખ વાહનો નોંધાયેલા છે. નવા વાહનોમાં ત્વરિત એચ એસ આર પી નમ્બર પ્લેટ લગાવવામાં આવે છે.

જોકે રાજ્યમાં જુના વાહનોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાને લીધે નંબર પ્લેટની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. એ માટે સુપ્રીમ કોર્ટમાં મુદત વધારવા અરજી કરાઈ હતી. લોકોની મુશ્કેલી ઓછી કરવા એક મહિનો મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે 30 એપ્રિલ સુધી નમ્બર પ્લેટ લગાવી શકાશે. હાલ રાજ્યમાં 700થી વધુ એચ એસ આર પી નમ્બર પ્લેટ લગાવવા માટે એજન્સીઓને કામ સોંપાયું છે.
First published: March 23, 2018, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading