ગુજરાત માટે રાહતના સમાચાર! 'નિસર્ગ' વાવાઝોડાનો ખતરો ટળ્યો, બે દિવસ થશે મધ્યમ વરસાદ

News18 Gujarati
Updated: June 3, 2020, 10:23 PM IST
ગુજરાત માટે રાહતના સમાચાર!  'નિસર્ગ' વાવાઝોડાનો ખતરો ટળ્યો, બે દિવસ થશે મધ્યમ વરસાદ
ફાઈલ તસવીર

માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં નિસર્ગનો ખતર લગભગ ટળ્યો છે. ગુજરાતમાં હવે મધ્યમથી ઓછો વરસાદ પડશે. બે દિવસ સુધી સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

  • Share this:
અમદાવાદઃ ચક્રવાતી વાવાઝોડું નિસર્ગના (Cyclone Nisarga) પગેલ બુધવારે ગુજરાતથી (Gujarat) દક્ષિણી તટ ઉપર અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટનાની સૂચના મળી નથી. નિસર્ગ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) દસ્તક આપી ચૂક્યું છે. આ જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે સાવચેતીના ભાગ રૂપે અહીંના આઠ જિલ્લાઓમાં સમુદ્રકિનારે રહેનારા 63,700થી વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં નિસર્ગનો ખતર લગભગ ટળ્યો છે. ગુજરાતમાં હવે મધ્યમથી ઓછો વરસાદ પડશે. બે દિવસ સુધી સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. મોસમ વિભાગે નિસર્ગ વાવાઝોડાના કારણે ભારે પવન અને ભારે વરસાદની ચેતવણી આપી હતી. જોકે હવે સમુદ્ર પહેલાથી શાંત થયો છે. અને વરસાદ પણ રહી રહીને પડી રહ્યો છે. ચક્રવાતી તોફાન બપોરે આશરે 12 વાગ્યે મહારાષ્ટ્રના તટીય રાયગઢ જિલ્લાના અલીભાગ પાસે પહોંચ્યું હતું.

મહારાષ્ટ્રના આટલા જિલ્લાઓ થયા છે પ્રભાવિત

ભારતીય મૌસમ વિભાગ પ્રમાણે મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરમાં વાવાઝોડાના પગલે ઝડપી પવન અને ભારે વરસાદ થયો હતો. રાજ્યના રાહત આયુક્ત હર્ષદ પટેલના જણાવ્યા પ્રમાણે અરબ સાગરની પાસે સ્થિત વલસાડ અને નવસારી જિલ્લામાં હવાની ગતિ સામાન્ય રહી જોકે, ત્રણ કલાકમાં પવનની ગતી વધીને 60-70 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે છે. કારણ કે ચક્રવાત ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે.

63000થી વધારે લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર
હર્ષદ પટેલના જણાવ્યા પ્રમાણે વલસાડ અને નવસારીમાં સવારે ક્રમશઃ બે કિલોમિટર અને સાત કિલોમિટરમાં વરસાદ થયો હતો. સ્થિતિ નિયંત્રણમાં છે. પટેલના જણાવ્યા પ્રમાણે સાવચેતીના ભાગ રૂપે અત્યાર સુધી 8 જિલ્લાઓમાં તટની પાસે રહેતા 63,700થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાંઆવ્યું છે. તેમણે કહ્યું કે જેમાં 33,680 લોકોને વલસાડ જિલ્લામાંથી કાઢ્યા હતા. જ્યારે 14,400 લોકોને નવસારીમાંથી અને સુરતમાં 8727 લોકોને, ભાવનગરમાંથી 3066 લોકોને, અમરેલીમાંથી 2086 લોકોને, ભરૂચમાંથી 12020 લોકોને, આણંદમાં 761 લોકોને અને ગિર-સોમનાથમાં 228 લોકોને સુક્ષિત સ્થળો ઉપર પહોંચાડ્યા હતા.
First published: June 3, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading