મંગળવારના રોજ એટલે કે 5 તારીખે 6 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. આ સાથે જ સૌથી વધુ ગરમી (Garmi) ભૂજમાં 42.2 ડિગ્રી નોંધાઇ હતી. જો કે ગરમીમાંથી રાહત મળવાને કારણે અનેક લોકોને મોટી રાહત થશે. આ ગરમીમાં બાળકો (Children) અને મોટાંઓ પણ ક્યાંય બહાર જઇ શકતા નથી.
અમદાવાદ: હાલમાં ગુજરાતના (Gujarat) લોકો કાળઝાળ ગરમીને (Garmi) સહન કરી રહ્યા છે ત્યારે હવે એક સારા સમાચાર (News) આવ્યા છે. હવામાન વિભાગની આગાહી (Forecast) પ્રમાણે આજ રોજથી 11 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને મોટી રાહત મળશે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે 7 એપ્રિલના રોજ ગાંધીનગરમાં (Gandhinagar) સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની (degree) આસપાસ રહી શકે છે.
6 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર
ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ એટલે કે 5 તારીખે 6 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. આ સાથે જ સૌથી વધુ ગરમી (Garmi) ભૂજમાં 42.2 ડિગ્રી નોંધાઇ હતી. જો કે ગરમીમાંથી રાહત મળવાને કારણે અનેક લોકોને મોટી રાહત થશે. આ ગરમીમાં બાળકો (Children) અને મોટાંઓ પણ ક્યાંય બહાર જઇ શકતા નથી.
કાંકરિયા, લો ગાર્ડન જેવા અનેક નાના-મોટા શહેરોમાં ભીડ જોવા મળશે
જો કે આ ગરમીમાં અનેક રોગોનું (Diseases) પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પાણીજન્ય રોગો પણ દિવસેને દિવસે વધતા જાય છે. આ ગરમીમાં જ્યારે રાહત મળશે ત્યારે અમદાવાદીઓ ખુશ-ખુશ થઇ જશે. અનેક લોકો ગરમી (Garmi) ઓછી થાય એની રાહ (Wait) જોઇને બેઠા છે. ગરમીનું પ્રમાણ ઘટતાની સાથે જ અનેક લોકો ફરવા જવાનો પ્રોગ્રામ બનાવવાની રાહ જોઇને બેઠા છે. ગરમી ઓછી થતાની સાથે જ અનેક લોકો બાળકો સાથે બહાર ફરવા જશે અને મજા માણશે. ગરમીનું તાપમાન ઘટતાની સાથે જ ફરવા લાયક સ્થળો જેમ કે કાંકરિયા, લો ગાર્ડન જેવા અનેક નાના-મોટા શહેરોમાં ભીડ (Crowd) જોવા મળશે. ગરમીમાં બપોરના સમયે બહાર ના નીકળી શકવાને કારણે લોકો રાત્રીના સમયે ચાલવાનું વધારે પસંદ કરતા હોય છે.
રાત્રે ઠંડા પવનમાં લોકો બરફગોળા, કુલ્ફી તેમજ ઠંડા પીણાંની મજા (Fun) માણતા હોય છે. આમ, જો તમે રાતના સમયે રોડ (Road) પર નજર કરશો તો અનેક લોકો તમને ચાલતા જોવા મળશે. તો કેટલાક લોકો પરિવારની સાથે ગાર્ડનમાં (Garden) બેસી આનંદ કરતા હોય છે. તો કેટલાક લોકો હિલ સ્ટેશન ફરવા જવાનો પ્લાનિંગ (Planning) કરી રહ્યા છે. આમ, આ ગરમીથી રાહત મેળવવા માટે તમે પણ રાત્રે બહાર ચાલવા જઇને અનેક વસ્તુઓનો આનંદ માણી શકો છો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર