Home /News /madhya-gujarat /

રિલાયન્સ રિટેલ Handmade in India પ્રોગ્રામને વેગ આપશે, જાણો તમામ વિગતો

રિલાયન્સ રિટેલ Handmade in India પ્રોગ્રામને વેગ આપશે, જાણો તમામ વિગતો

ઇશા અંબાણી

કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો, હેન્ડલૂમ્સ, કપડાં, કાપડ, હસ્તકળા અને હાથથી બનાવેલા કુદરતી ઉત્પાદનો સહિત કલાત્મક ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટે માત્ર કારીગર સમર્પિત સ્ટોર ફોર્મેટ "સ્વદેશ" શરૂ કરશેકારીગરો અને હસ્તકળા ઉત્પાદનોના વેચાણકર્તાઓ માટે વૈશ્વ

વધુ જુઓ ...
અમદાવાદ: હેન્ડમેઇડ ઇન ઇન્ડિયા' (Handmade in India Reliance) પ્રોગ્રામને મજબૂત પ્રોત્સાહન આપવા માટે, રિલાયન્સ રિટેલે જાહેરાત કરી છે કે, કંપની અધિકૃત હસ્તકળા ઉત્પાદનોનું પ્રદર્શન અને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ ભારતીય કળા સ્વરૂપોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી નવી પહેલો શરૂ કરી રહી છે. વિવિધ પરંપરાગત ભારતીય કળા અને હસ્તકળાના સ્વરૂપોને પુનર્જિવિત કરવામાં મદદરૂપ થવા, ઇકોસિસ્ટમમાં સેંકડો અને હજારો કારીગરો અને કારીગરો માટે સાતત્યપૂર્ણ આજીવિકા ઊભી કરવા તથા કાલાતીત ભારતીય હસ્તકળાને વિશ્વભરના ગ્રાહકો સુધી લઈ જવા માટે એક નવું પ્લેટફોર્મ રજૂ કરવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમનું નેતૃત્વ રિલાયન્સ રિટેલની હેન્ડીક્રાફ્ટ બ્રાન્ડ ‘સ્વદેશ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દેશભરમાંથી હસ્તકળા ઉત્પાદનો માટે માત્ર કારીગરો માટે સમર્પિત સ્ટોર ફોર્મેટ સ્થાપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ સ્વદેશ સ્ટોર ચાલુ વર્ષના ઉત્તરાર્ધમાં ખુલવાની અપેક્ષા છે અને તેમાં હાથબનાવટના કાપડ, હસ્તકળા, કૃષિ ઉત્પાદનો અને કારીગરો પાસેથી સીધા જ મેળવેલા માલસામાન સહિત ઉત્પાદનોની વિશાળ શ્રેણી હશે. સ્વદેશ ભારતીય કારીગરો અને હાથબનાવટનાં અધિકૃત ઉત્પાદનોના વેચાણકર્તાઓને વિશ્વભરના ગ્રાહકો સાથે જોડવા માટે વૈશ્વિક બજાર પણ બનાવશે.“

ભારતીય કળા અને હસ્તકળાનું ભાવિ એક નિર્ણાયક તબક્કે ઊભું છે. નામશેષ થતી કળાના સ્વરૂપોને પુનર્જિવિત કરવા અને સ્થાનિક કારીગરો, વણકરો અને કારીગરો માટે ઇકોસિસ્ટમ બનાવવા અને તેમને સક્ષમ બનાવવા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તરફના અમારા ભૂતકાળના પ્રયાસોએ પ્રોત્સાહક પરિણામો આપ્યા છે. અમારું સ્ટેન્ડઅલોન હેન્ડીક્રાફ્ટ ડેસ્ટિનેશન સ્ટોર ફોર્મેટ, સ્વદેશ હવે ખુલવાની એરણ પર છે અને તે ભારતને તેની કળા અને કારીગરી થકી રજૂ કરશે અને તે એપેરલ, હોમ ટેક્સટાઇલ, હોમ ડેકોર, ફર્નિચર, જ્વેલરી, વેલનેસ પ્રોડક્ટ્સ અને ઘણું બધું પ્રદર્શિત કરશે, તેમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું.

“અમે આપણા દેશના કારીગરો માટે વિશ્વ માટે હસ્તકલા ભારતીય ઉત્પાદનોને સહ-નિર્માણ અને સંકલન કરવાની એક મોટી તક જોઈ રહ્યા છીએ. આ તકને સાકાર કરવા માટે રિલાયન્સ રિટેલ વિવિધ સ્થાનિક કલા સ્વરૂપોને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે વિવિધ સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી રહી છે. રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ ફાઉન્ડેશને પણ વિવિધ સ્વદેશી હસ્તકળા માટેના મુખ્ય કેન્દ્રો સાથે જોડાણ કર્યું છે અને પાયાના સ્તરે પહોંચ સુનિશ્ચિત કરવા અને કારીગર સમુદાયો અને કળાના સ્વરૂપોને ટકાવી રાખવામાં યોગદાન આપવા માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું એક મજબૂત નેટવર્ક, RiSE (રિલાયન્સ ફાઉન્ડેશન ઇનિશિયેટિવ ફોર સ્કીલ એન્હાન્સમેન્ટ)  કેન્દ્રો સ્થાપશે, તેમ ઈશા અંબાણીએ ઉમેર્યું હતું.

સ્વદેશનો ઉદ્દેશ્ય ભારતને તેની સમૃદ્ધ કળા, હસ્તકળા અને હાથશાળના લેન્સ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. તે કાળજીપૂર્વક પસંદ કરાયેલા ઉત્પાદનોનો સંગ્રહ હશે, જે ભારતના સમૃદ્ધ વારસાનો એક ભાગ છે જે આપણા શ્રેષ્ઠ, કુશળ અને પ્રતિભાશાળી કારીગરોના હાથમાં જીવંત બને છે. સ્વદેશનો હેતુ કારીગર સમુદાયો માટે ટકાઉ આજીવિકા સુનિશ્ચિત કરતી કૌશલ્ય વૃદ્ધિ/ડિઝાઇન તાલીમ, ક્ષમતા નિર્માણ કાર્યશાળાઓ આયોજિત કરીને નિસ્તેજ હસ્તકળાને પુનર્જિવિત કરવા, સર્જનાત્મક સમુદાયોના કૌશલ્યોને વધારવા માટે અનન્ય ઇકો-સિસ્ટમ બનાવવાનો છે.સ્વદેશ વિવિધ સરકારી ઉપક્રમો અને રાજ્ય સરકારો સાથે ભાગીદારી કરી રહ્યું છે અને ટેક્સટાઇલ મંત્રાલય સાથે પહેલેથી જ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે જે 100% અધિકૃત ક્રાફ્ટેડ ઉત્પાદનોના સોર્સિંગને સક્ષમ કરે છે, તે પણ સીધા કારીગર સમુદાયો પાસેથી. બીજી અનોખી ભાગીદારીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે અંતર્ગત પશ્ચિમ બંગાળ સરકારના MSME અને કાપડ વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય એક સ્વસ્થ, ગતિશીલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે જે પશ્ચિમ બંગાળ સરકાર અને સ્વદેશ બંનેને કારીગર સમુદાય માટે ટકાઉ રોજગાર અને સમૃદ્ધ જીવનધોરણની કલ્પનાને સાકાર કરવામાં મદદ કરશે.

કોલકાતામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આજે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્ટિઝન-ઓન્લી-કોન્સેપ્ટ રાજ્યો અને ક્લસ્ટરોમાં સ્થાનિક કારીગરો માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે નવી ભાગીદારી સ્થાપિત કરવાનું ચાલુ રાખશે.સ્વદેશ વિવિધ રાજ્યોમાં RiSE (રિલાયન્સ ફાઉન્ડેશન ઇનિશિયેટિવ ફોર સ્કીલ એન્હાન્સમેન્ટ) કેન્દ્રો સ્થાપીને સમગ્ર દેશમાં કારીગરો માટે સક્ષમ અને ટકાઉ ઇકોસિસ્ટમ સ્થાપીને ભારતના અમૂલ્ય વારસાને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે પણ જોડાણ કરી રહ્યું છે. RiSE કેન્દ્રો હાલના નેટવર્ક અને હેન્ડલૂમ/હેન્ડીક્રાફ્ટ મંત્રાલયની યોજનાઓનો લાભ ઉઠાવશે જેથી કરીને સમગ્ર ભારતમાં કારીગર સમુદાયોને મહત્તમ લાભ મળે.

આ અનોખું PPP મોડલ કારીગરો માટે ટકાઉ આજીવિકા પૂરી પાડવા, તે રાજ્યની હસ્તકળા વિકસાવવા અને સાયુજ્ય સ્થાપવા તથા દેશભરના કારીગરોને મહત્તમ લાભ આપવા માટે વર્તમાન નેટવર્કનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.રિલાયન્સ રિટેલ અધિકૃત, હસ્તકળા ઉત્પાદનોના સ્ત્રોત માટે સમગ્ર ભારતમાં કારીગરો સાથે સંલગ્ન અને તેમને સમર્થન આપવા માટે સક્રિયપણે સામેલ છે જેથી કરીને સમૃદ્ધ ભારતીય વારસાને પ્રોત્સાહન મળે અને કારીગરોની આજીવિકા ટકાવી શકાય. જીવનશૈલી અને ફેશન સેગમેન્ટ હેઠળ નવા સ્વદેશ પ્લેટફોર્મની કલ્પના સાથે આ પ્રયાસ વધુ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Aatmanirbhar Bharat, Reliance group, ગુજરાત

આગામી સમાચાર