મુકેશ અંબાણીની મોટી જાહેરાત, હવે 31મી માર્ચ સુધી રિલાયન્સ જીયોની ડેટા, કોલિંગ અને વોયસ સહિત સુવિધાઓ ફ્રી

Haresh Suthar | Pradesh18
Updated: December 1, 2016, 4:38 PM IST
મુકેશ અંબાણીની મોટી જાહેરાત, હવે 31મી માર્ચ સુધી રિલાયન્સ જીયોની ડેટા, કોલિંગ અને વોયસ સહિત સુવિધાઓ ફ્રી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કર્મચારીઓ અને શેરધારકોને સંબોધન કરતાં મોટી જાહેરાત કરી હતી. રિલાયન્સ જીયોની સફળતા માટે તેમણે દેશનો આભાર માનતાં હેપ્પી ન્યૂ ઇયર સ્કિમ જાહેર કરી હતી. જેમાં દેશવાસીઓને ખુશીઓનો ખજાનો આપતાં રિલાયન્સ જીયોની તમામ સુવિધાઓ 31મી માર્ચ 2017 સુધી ફ્રી મળશે. જેમાં ડેટા, કોલિંગ અને વોયસ સર્વિસ પણ સામેલ છે. સાથોસાથ હવે રિલાયન્સ જીયોમાં પણ મોબાઇલ પોર્ટેબિલીટીની સુવિધા હશે

  • Pradesh18
  • Last Updated: December 1, 2016, 4:38 PM IST
  • Share this:
મુંબઇ #રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કર્મચારીઓ અને શેરધારકોને સંબોધન કરતાં મોટી જાહેરાત કરી હતી. રિલાયન્સ જીયોની સફળતા માટે તેમણે દેશનો આભાર માનતાં હેપ્પી ન્યૂ ઇયર સ્કિમ જાહેર કરી હતી. જેમાં દેશવાસીઓને ખુશીઓનો ખજાનો આપતાં રિલાયન્સ જીયોની તમામ સુવિધાઓ 31મી માર્ચ 2017 સુધી ફ્રી મળશે. જેમાં ડેટા, કોલિંગ અને વોયસ સર્વિસ પણ સામેલ છે. સાથોસાથ હવે રિલાયન્સ જીયોમાં પણ મોબાઇલ પોર્ટેબિલીટીની સુવિધા હશે તેમજ જીયો સિમનું માત્ર 5 મિનિટમાં એક્ટિવેશન થઇ જાય છે.

LIVE : રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીનું સંબોધન

રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે જીયો શરૂઆતથી જ સફળ રહ્યું છે. એ બદલ દેશનો આભાર. જીયો અંગે વિગતો આપતાં તેમણે કહ્યું કે, જીયોના 5 કરોડ ગ્રાહકો થયા છે અને દરરોજ નવા 6 લાખ ગ્રાહકો વધી રહ્યા છે. સૌથી તેજ ટેકનોલોજી કંપની છે.

દેશના વડાપ્રધાન, ભારત સરકાર, ટ્રાઇનો આભાર માનતાં તેમણે કહ્યું કે, અમને સારા પ્રતિભાવ મળી રહ્યા છે. ફેસબુક કરતાં વધુ ઝડપથી આગળ વધ્યા છીએ.  જીયોમાં મજબૂત ડાટા નેટવર્ક છે. જીયાનો સેવાઓ તદ્દન આસાન છે.

ફેસબુક અને વ્હોટ્સઅપ કરતાં પણ જીયો આગળ છે. તેમણે કહ્યું કે અમને ઓપરેટરોનો સહયોગ નહતો મળ્યો. જીયો વેલકમ ઓફર સુપર હીટ રહી હતી. વધુમાં તેમણે કહ્યું કે, કોલ ડ્રોપના મામલે ઘણો ઘટાડો થયો છે. દેશભરમાં 2 લાખથી વધુ ઇ-કેવાયસી સેન્ટર છે. જીયોમાં મોબાઇલ પોર્ટેબિલીટીની પણ સુવિધા છે. જીયો સિમનું એક્ટિવેશન માત્ર પાંચ મિનિટમાં થઇ જાય છે.

Flame of Truth channel

Jio Digital Life channel
First published: December 1, 2016, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading