નાસ્કોમના કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓની વેપાર હથોટીની વાત કરી સૌને હસાવ્યા

Haresh Suthar | News18 Gujarati
Updated: February 16, 2017, 1:06 PM IST
નાસ્કોમના કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ ગુજરાતીઓની વેપાર હથોટીની વાત કરી સૌને હસાવ્યા
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ નાસ્કોમના એક કાર્યક્રમમાં જીયોની સફળતા અંગે વાત કરતાં કહ્યું કે, બજારમાં જીયો આવવાથી અન્ય ટેલિકોમ કંપનીઓને પોતાના ટેરિફમાં 66 ટકા સુધી ઘટાડો કરવો પડ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, ડેટા એક પ્રાકૃતિક સંશાધન છે. આજે આપણે એક એવી સદીની શરૂઆતમાં છીએ જ્યાં ડેટા ઓઇલ છે.

  • Share this:
નવી દિલ્હી #રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ નાસ્કોમના એક કાર્યક્રમમાં જીયોની સફળતા અંગે વાત કરતાં કહ્યું કે, બજારમાં જીયો આવવાથી અન્ય ટેલિકોમ કંપનીઓને પોતાના ટેરિફમાં 66 ટકા સુધી ઘટાડો કરવો પડ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, ડેટા એક પ્રાકૃતિક સંશાધન છે. આજે આપણે એક એવી સદીની શરૂઆતમાં છીએ જ્યાં ડેટા ઓઇલ છે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આ કાર્યક્રમમાં ગુજરાતીઓની વેપારમાં રહેલી હથોટી અંગે પણ ભાર મુક્યો. ગુજરાતીઓની વેપારમાં રહેલી હોંશિયાર સમજાવતાં એમણે એક ટૂચકો પણ કહ્યો.

મુકેશ અંબાણીએ સેન્સ ઓફ હ્યુમરનો પરિચય કરાવતાં એક સોફ્ટવેર ટેક ગુરૂ અને ગુજરાતીની વાત કરી. એમણે કહ્યું કે એક વખતે પ્લેનમાં ટેક ગુરૂ અને ગુજરાતી વેપારી સાથે મુસાફરી કરી રહ્યા હતા.

ટેક ગુરૂને પોતાની બુધ્ધિ અને હોંશિયારી પર અભિમાન હતું. એણે ગુજરાતીને કહ્યું કે, ચાલો આપણે ગેમ રમીએ. જેમાં તમે મને એક સવાલ પુછશો, જો હું જવાબ ન આપી શકું તો તમને 100 રૂપિયા આપીશ અને હુ તમને સવાલ પુછુ અને તમે જવાબ ના આપી શકો તો મને માત્ર 10 રૂપિયા જ આપજો.

ગુજરાતી સંમત થઇ ગયા, ટેક ગુરૂએ પહેલા સવાલ કર્યો, ટેક ગુરૂએ ગુજરાતીને વિજ્ઞાન અને ટેકનોલોજી પરનો સવાલ પુછ્યો જેનો ગુજરાતી જવાબ આપી ન શકયો તો એણે ટેક ગુરૂને 10 રૂપિયા,

હવે સવાલ પુછવાનો વારો ગુજરાતીનો આવ્યો, એણે ટેક ગુરૂને પુછ્યું, એવું કયું જનાવર છે કે જે પહાડ પર ચઢે છે ચાર પગે અને ઉતરે છે ત્રણ પગે, ટેક ગુરૂ માથું ખંજવાળતો રહ્યો પણ જવાબ ન આવડ્યો છેવટે એણે ગુજરાતીને 100 રૂપિયા આપ્યા,પરંતુ ટેક ગુરૂને મનમાં આ સવાલનો જવાબ જાણવાની તાલાવેલી હતી. એણે ગુજરાતીને આ સવાલનો જવાબ આપવા કહ્યું, તો ગુજરાતીએ શાંતિએ 10 રૂપિયાની નોટ કાઢતાં કહ્યું કે આનો જવાબ તો મને પણ ખબર નથી.
First published: February 16, 2017
વધુ વાંચો
अगली ख़बर