હવે પાણીમાં રહેલા મિનરલ્સ-TDSની ચિંતા છોડો, જાતે ટીડીએસ સેટ કરો અને આરોગ્યપ્રદ પાણી મેળવો

News18 Gujarati
Updated: December 15, 2019, 10:24 PM IST
હવે પાણીમાં રહેલા મિનરલ્સ-TDSની ચિંતા છોડો, જાતે ટીડીએસ સેટ કરો અને આરોગ્યપ્રદ પાણી મેળવો
અમદાવાદના અનીલ ગજેરાનુ સંશોધન

અમદાવાદના અનિલ ગજેરાએ એવુ મશીન વિકસાવ્યુ છે કે જે આપના જરુરીયાત મુજબના ટીડીએસ અને મિનરલ્સ વાળુ પાણી તમને આપી શકે છે

  • Share this:
અમદાવાદ : શુ આપના ઘરુના પાણીની ગુણવત્તા અને તેનુ ટીડીએસ કેટલુ છે તમે જાણો છો? તમને તમારા તબીબે કે કોઈ નિષ્ણાંતે આટલા ટીડીએસનું જ પાણી પીવુ જોઈએ તેવી સલાહ આપી છે તો તમે તે પ્રમાણના ટીડીએસ વાળુ પાણી ખરીદી શકો છો કે મેળવી શકો છ? તો તમારો જવાબ ના હશે. પરંતુ હવે અમદાવાદના અનિલ ગજેરાએ એવુ મશીન વિકસાવ્યુ છે કે જે આપના જરુરીયાત મુજબના ટીડીએસ અને મિનરલ્સ વાળુ પાણી તમને આપી શકે છે.

અમદાવાદના નિકોલમાં રહેતા અનિલભાઈ ગજેરાએ ટોડી નામનુ આ વોટર પ્યોરીફાયર વિકસાવ્યુ છે. તેમના આ પ્યોરીફાયરનુ નામ તેમને ટોડી આપ્યુ છે જેનો અર્થ થાય છે ટીડીએસ ઓન ડિમાંડ વીથ ઈન્ડીકેશન એટલે કે તમે તમારા નિષ્ણાંત કે ડોકટરે સુચવેલા કે તમે જે ટીડીએસ લેવલને આદર્શ માનતા હોય તે ટીડીએસને આ મશીનના ડીસ્પેલમાં સેટ કરી શકો છો અને તેટલા જ ટીડીએસ વાળુ પાણી પણ મેળવી શકો છો. આ મશીનમાં પાણીનુ ટીડીએસ લેવલ, તેની સર્વિસ ટાઈમ અને મશીનના ટેન્કમાં રહેલું પાણી દર ચાર કલાકે જાતે જ શુદ્ધ થતુ રહે છે. જેના થકી તેમાંથી વાઈરસ અને બેક્ટીરીયાનો નાશ થાય છે. એટલે સ્ટોરેજ થયેલુ પાણી હંમેશા શુદ્ધ રહે છે.

સંશોધક અનિલ ગજેરાનુ કહેવુ છે કે આ મશીનમાં લોકો જાતે જ ટીડીએસ સેટ કરી શકે છે. સર્વિસનો ટાઈમ ડીસ્પલે થતો હોવાથી લોકો સમયસર સર્વિસ કરાવી શકશે.મશીનમાં સ્ટોર પાણી યુવી ટેકનોલોજીની મદદથી હમેશા શુદ્ધ રહે છે. લોકો ને શુદ્ધ પાણી સાથે હેલ્દી પાણી મળી રહે અને હેલ્દી પાણી એને જ કહેવાય કે તેમાં જરુરી મિનરલ્સ સામેલ હોય જે શરીર માટે જરુરી છે. માર્કેટમાં આવુ કોઈ જ વોટર પ્યોરીફાયર ઉપલબ્ધ ન હતુ. બીજી પ્યોરીફાયર પાણીને શુદ્ધ તો કરે છે સાથે જ તમામ મિનરલ્સનો સરવાળો એટલે કે ટીડીએસ પણ સાથે કાઢી દે છે.


અમદાવાદના નિકોલમાં રહેતા અનિલભાઈ ગજેરાએ ટોડી નામનુ આ વોટર પ્યોરીફાયર વિકસાવ્યુ છે


અનિલભાઈએ ટોડી નામના આ મશીનનુ સંશોધન એર કંડીશનની સિસ્ટમ પરથી કર્યુ છે. અનિલભાઈને ખ્યાલ આવ્યો અને તે સિસ્ટમ તેમણે આ મશીનમાં વિકસાવી. એસીની સીસ્ટમમાં એસી હવાને ઠંડી કરે છે અને એમાં કંટ્રોલર સીસ્ટમ છે કે લોકોને જોઈતી હોય તેટલી માત્રામાં જ તેઓ ઠંડી હવા સેટ કરી શકે અને મેળવે છે . તેવી જ રીતે એસીના કોન્સેપ્ટ માંથી પ્રેરણા લઈ અનિલભાઈએ ટીડીએસ મોનીટરીંગની સેલ્ફ સીસ્ટમ વીકસાવી છે. પાણીની ગુણવત્તા અને તેના ટીડીએસ પણ ઋતુ અનુસાર બદલાતા હોય છે. પાણી જેમ જેમ ભૂગર્ભમાં ઉંડે ઉતરે તેમ તેના ટીડીએસ પણ વધતા હોય છે પરંતુ ટોડીમાં સેટ કરેલ ટીડીએસ મુજબ જ લોકો પાણી પી શકે છે.કેટલા ટીડીએસ પીવુ યોગ્ય તેમાં અલગ અલગ નિષ્ણાંતોએ પોતાના અલગ અલગ માપ આપ્યા પરંતુ તે ગળે ઉતરે તેવા ન હતા. એટલે અનિલ ભાઈએ કેટલા ટીડીએસનુ પાણી આદર્શ માનવામા આવે તેના પર પણ કુદરતી પાણીના શ્રોત પરથી સંશોધન કરી આદર્શ ટીડીએસનુ પ્રમાણ શોધ્યુ છે. તેમનુ માનવુ છે કે કુદરતે જે સોર્સ પાણીના નેચરલી ઉભા કરેલા છે તેવી નેચરલ નદીઓમાંથી સેમ્પલ લીધા અને ગંગા , યમુના નદીના પાણીના સેમ્પલ લીધા કે હજુ શુદ્ધ છે તેમાં કોઈ પોલ્યુશનવાળા ઘટકો ભળેલા નથી. તેમાંથી જાણવા મળ્યુ કે નેચરલ વોટર નદીનું 125 થી 150 ની વચ્ચે હોય છે અને કુદરતે આપેલુ નેચરસ ટીડીએસનુ પ્રમાણને અનિલભાઈ આદર્શ ટીડીએસ માને છે

આ મશીનમાં તમે ધારો તેટલા ટીડીએસ જાતે જ સેટ કરી શકો છો. આ મશીનમાં સર્વિસ કલાક ડીસ્પેલ પર જોવા મળે છે જેનાથી ખબર પડે છે કે હવે મારે સર્વિસ માટેના કેટલો સમય બાકી છે. જોકે બીજા અન્ય કોઈ મશીનોમાં આવી કોઈ સુવિધા હોતી નથી.કસ્ટમરને એ ખબર જ નથી હોતી કે મારુ મશીન કે વોટર પ્યોરીફાયર ક્યારે સર્વિસ કરાવવુ જોઈએ. ડીવાઈસ ટાઈમ પર સર્વિસ ન થાય એટલે તેનુ મેન્ટેનેન્સ તો વધે જ સાથે સાથે પાણીની સારી ક્વોલીટી પણ જળવાતી નથી. દર ચાર કલાકે પાણી ફીલ્ટર થાય છે અને હમેશા શુદ્ધપાણી મળી રહે છે તેમાંથી વાઈરસ અને બેક્ટીરીયાનો નાશ થાય છે. એટલે સ્ટોરેજ થયેલુ પાણી હમેશા શુદ્ધ રહે છે.

આ મશીનમાં કુલ ત્રણ ટેકનોલોજી એકી સાથે મુકવામા આવી છે જે સાથે કામ કરે છે. પ્રથમ જે મશીનમાં આવતુ પાણી છે તેને જેટલી જરુર હશે સફાઈની ત્યા સુધી જ આરઓ ચાલશે ત્યારબાદ પાણી અલ્ટ્રાફીલ્ટરેશન પર જશે અને પછી અલ્ટ્રા વાયોલેટ પર જશે. આ ત્રણે ટેકનોલોજીમાં પાણીનુ પ્રથમ પ્યોરીફીકેશન એટલે કે શુદ્ધ થાય છે તે પણ લોકો ડીસ્પલેમાં જોઈ શકશે. મશીનમાં પાણી ડીસ્પેલમાં આરઓ, યુએફ અને યુવીમાંથી કઈ ટેકનોલોજી પર ચાલે છે તેની પણ ખબર પડશે. મશીનમાં લો વોટર , ટેન્ક ફુલ કે મશીન સ્વીચ ઓફ હોય તો પણ ડીસ્પેલ થકી લોકો જાણી શકશે. જ્યા સુધી પાણીને સ્વચ્છ કરવાની જરુર હશે ત્યા સુધી જ આરઓ સીસ્ટમ ચાલશે અને ત્યારબાદ આખી સિસ્ટમ અલ્ટ્રાફીલ્ટ્રેશન પર જતી રહેશે જેમાં અલ્ટ્રાફીલ્ટ્રેશન ટેકનોલોજી એવી છે કે જે પાણીમાંથી મિનરલ્સ ટીડીએસ નથી હટાવતુ પરંતુ તેમાં રહેલા અન્ય ઘાતક તત્વો અને બીનજરુરી વસ્તુઓને દુર કરે છે. અને લોકો જાતે જ ટીડીએસ જરુરીયાત પ્રમાણે સેટ કરી શકે છે.

બોર, નદી કે પછી કોર્પોરેશનનુ પાણી હોય તો પણ દરેક સિઝનમાં તેનુ ટીડીએસ લેવલ જાળવી શકાય છે. ઉપરાંત જે જગ્યાઓ પર પાણીમાં નેચરલ ટીડીએસ જ એટલા ઓછ હોય છે જેવા કે હિમાચલ પ્રદેશ કે કાશ્મીર ત્યા આરઓ કે એવી કોઈ ટેકનોલોજીની જરુર રહેતી નથી. ત્યા જો આ મશીને ઓટો મોડ પર મુકી દેવાય તો ક્યારેય આરઓ સિસ્ટમ ચાલુ થશે જ નહી.
First published: December 15, 2019
વધુ વાંચો
अगली ख़बर