Home /News /madhya-gujarat /

Naresh Patel News: રાજકારણમાં જોડાવાને લઇ પાટીદાર અગ્રણી નરેશ પટેલે કરી સ્પષ્ટતા, થોડો સમય લાગશે

Naresh Patel News: રાજકારણમાં જોડાવાને લઇ પાટીદાર અગ્રણી નરેશ પટેલે કરી સ્પષ્ટતા, થોડો સમય લાગશે

નરેશ પટેલ રાજકારણમાં એપ્રિલના મધ્ય અથવા એપ્રિલ માસના અંતમાં કોઇ પાર્ટી સાથે જોડાય શકે છે.

નરેશ પટેલે આ દરમિયાન એવું પણ જણાવ્યું હતુ કે હાલમાં તમામ પાર્ટીના નેતાઓ તેમની સાથે સંપર્કમાં છે જોકે કઇ પાર્ટીમાં જોડાવું તેના વિશે નરેશ પટેલે મૌન જાળવ્યું હતું. જોકે નરેશ પટેલ રાજકારણમાં એપ્રિલના મધ્ય અથવા એપ્રિલ માસના અંતમાં કોઇ પાર્ટી સાથે જોડાય શકે છે.

વધુ જુઓ ...
    પાટીદાર અગ્રણી અને ખોડલધામ (Khodaldham Trust)ના પ્રમુખ નરેશ પટેલ (Naresh patel)ના રાજકારણમાં જોડાવાને લઈને અનેક અટકળો વહતી થઈ છે. કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP Gujarat) તો નરેશ પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે તલપાપડ છે ત્યારે આજે ખોડલધામ ટ્રસ્ટની મિટિંગ બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું. આજે પોતાના રાજકીય પ્રવેશ અંગે પાટીદાર અગ્રણી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે રાજકારણમાં જોડાવાને લઇ સમાજવાદના શસ્ત્રને તેમણે આગળ ધર્યું છે.

    નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશવાને લઇ જણાવ્યું છે કે, હું રાજકાણમાં આવું તો મારે ખોડલાધામ ટ્ર્સ્ટનું ચેરમેન પદ છોડવું પડે. માટે હાલમાં સમાજની સાથે આ અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નરેશ પટેલે એવું પણ જણાવ્યું હતું કે, સમાજમાં થતા સર્વેમાં કેટલા દિવસો લાગશે તે વિશે કંઇ કહી શકાય નહીં. માટે સર્વે થયા બાદ જ તેઓ કોઈ રાજનીતિક પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેશે.



    નરેશ પટેલે આ દરમિયાન એવું પણ જણાવ્યું હતુ કે હાલમાં તમામ પાર્ટીના નેતાઓ તેમની સાથે સંપર્કમાં છે જોકે કઇ પાર્ટીમાં જોડાવું તેના વિશે નરેશ પટેલે મૌન જાળવ્યું હતું. જોકે નરેશ પટેલ રાજકારણમાં એપ્રિલના મધ્ય અથવા એપ્રિલ માસના અંતમાં કોઇ પાર્ટી સાથે જોડાય શકે છે. જોકે અત્યાર સુધી નરેશ પટેલે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. આજે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ વિચારવાનો હજુ વધુ સમય લેશે. સમાજમાં સર્વે ચાલતો હોવાથી નિર્ણય લઇ શકાયો નથી. આ એક લાંબી પ્રક્રિયા છે. પાટીદાર સમાજનું ખૂબ મોટું નેટવર્ક છે. શહેરો, જિલ્લા, તાલુકા, ગામડાંઓમાં આ વાત પહોંચી રહી છે અને પાટીદારોનો અભિપ્રાય લેવાઇ રહ્યો છે.

    આ પણ વાંચો- Van Rakshak Paper Leak : કોંગ્રેસ પાસે પેપર લીકના પુરાવા હોય તો સરકારને આપેઃ જીતુ વાઘાણી

    ઉલ્લેખનીય છે કે, ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે થોડા મહિનાઓ અગાઉ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. જોકે તે બાદ જ રાજ્યમાં વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદે વરણી થઇ હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, KhodalDham, Khodaldham Trust, Patidar leader

    આગામી સમાચાર