અમદાવાદ : રેલવે એ બૂક કરેલી ટિકિટોનું રિફન્ડ આપવાની શરૂઆત કરી, જાણો ક્યાં સુધી પૈસા પરત મળશે

અમદાવાદ : રેલવે એ બૂક કરેલી ટિકિટોનું રિફન્ડ આપવાની શરૂઆત કરી, જાણો ક્યાં સુધી પૈસા પરત મળશે
સોશયિલ ડિસ્ટન્સિંગ સાથે રેલવેમાં ટિકિટનું રિફન્ડ આપવામાં આવી રહ્યું છે.

22 માર્ચ થી 30 જૂન2020ના સમયગાળા માટે ટીકીટ બુક કરાવી છે તેઓ તેમની મુસાફરી ની તારીખથી 180 દિવસ સુધીના નિયમો અનુસાર રીફંડ મેળવી શકે છે.

  • Share this:
કોરોના કહેરના કારણે દેશની ધડકન સમાન પેસેન્જર ટ્રેન પણ થંભી ગઈ હતી.લોકડાઉનના કારણે અને સંક્રમણ ન ફેલાય તે માટે ટ્રેન સેવાને બંધ કરાય હતી.અને રેલવે દ્વારા પણ જાહેરાત કરાઈ હતી ટિકિટનું રીફન્ડ 100 ટકા પ્રવાસીને પરત કરાશે.આજથી ટીકીટ રીફન્ડ આપવા માટે કાઉન્ટર શરૂ કરાયું છે.22 માર્ચથી 30 જૂન 2020 સુધી કાઉન્ટર પરથી આરક્ષિત ટીકીટ લીધી હોય તેવા મુસાફરોએ ટીકીટ કાઉન્ટર પર ટીકીટ રદ કરાવીને સંપૂર્ણ રીફન્ડ મેળવી શકશે.

કાઉન્ટર પર કામના દિવસ દરમિયાન સવારે 8 થી સાંજના 5 સુધી તેમજ રવિવાર ના સવારે 8 કલાક થી બોપરના 2 વાગ્યા સુધી કાઉન્ટર ખુલ્લું રહેશે .મુસાફરોએ 22 માર્ચ થી 30 જૂન2020ના સમયગાળા માટે ટીકીટ બુક કરાવી છે તેઓ તેમની મુસાફરી ની તારીખથી 180 દિવસ સુધીના નિયમો અનુસાર રીફંડ મેળવી શકે છે.અને રેલવે દ્વારા સંપૂર્ણ રીફન્ડ ચૂકવામાં આવશે.આ પણ વાંચો :    રાજ્યના કાંઠા વિસ્તારમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય

દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે હાલ આ સુવિધા સાત સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે.ટુક સમયમાં મંડળના તમામ પીઆરએસ અને યુટીએસ કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. તેમજ અપીલ કરવામાં આવી છે કે રીફન્ડ માટે ભીડ ન કરવી અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું. જોકે આજથી રીફન્ડ આપવાનું શરૂ થયું છે.જેના કારણે લોકો પોતાની ટીકીટ રદ કરાવીને રીફન્ડ લેવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પરના કાઉન્ટર ઉપર પહોંચ્યા હતા યો રેલવે દ્વારા પ્રવાસીઓ ને તડકા માં બહાર ઉભા ન રહેવું પડે તે માટે મંડપ લગાવવા આવ્યા છે.અને બેસવા માટે સીટીંગ વ્યવસ્થા કરવમાં આવી છે.
Published by:News18 Gujarati
First published:May 25, 2020, 17:57 pm

ટૉપ ન્યૂઝ