Home /News /madhya-gujarat /

Ahemdabad: દેશની સૌપ્રથમ જાહેર ક્ષેત્રે શરૂ થયેલી લાલ બસ, અમદાવાદની એક આગવી ઓળખ

Ahemdabad: દેશની સૌપ્રથમ જાહેર ક્ષેત્રે શરૂ થયેલી લાલ બસ, અમદાવાદની એક આગવી ઓળખ

લાલ બસ હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક બસોમાં રૂપાંતર થશે

લાલ બસ હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક બસોમાં રૂપાંતર થશેજાહેર ક્ષેત્રની બસ સેવા શરૂ કરવામાં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં સૌપ્રથમ લાલ દરવાજા બસ ડેપોનું આધુનિક હેરિટેજ લૂક સાથે નવીનીકરણની કામગીરી પુરપાટ ઝડપે ચાલુ

  અમદાવાદ: (Ahmedabad) શહેરની ઓળખ સમા લાલ બસ (Red Bus) શરૂ થયાંને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા. એટલે કે શહેરની AMTS બસને શરૂ થઈ ત્યારે 60 બસોની સેવામાં હતી અત્યારે કુલ 625 બસો શહેરમાં રોજ દોડે છે.પહેલાં આ બસનું મિનિમમ ભાડું (Rent) એક આના જેટલું હતું જે હાલ રૂ. 3 જેટલું થઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધને લીધે AMTS બસની શરૂઆત સમયે પેટ્રોલની તંગીના લીધે ઘણી બસોમાં ઇંધણ (Fuel) તરીકે ગેસ અને કોલસાનો ઉપયોગ કરાતો હતો.

  લાલ બસ હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક બસોમાં રૂપાંતર થશે

  જો કે હાલ પેટ્રોલ (Petrol) ભાવ દઝાડી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સીએનજી (CNG) અને ડીઝલ (Diesel) સંચાલિત બસો ફરી રહી છે. જે હવે ઇલેક્ટ્રિક બસોમાં (Electric Bus) રૂપાંતર થવા જઈ રહી છે. એટલે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો તેના પાંચ મહિના પહેલા શરૂ થયેલી AMTS સેવા આજેય શહેરીજનો માટે કાર્યરત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર પરિવહન માટેની બસ સેવા શરૂ થઇ તે પહેલાં શહેરમાં ખાનગી કંપનીઓની બસ સેવા ચાલતી હતી. આ ખાનગી બસોની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમાં લાકડાની બેઠકો હતી જે ખરાબ હાલતમાં હતી. તેથી નાગરિકોએ જાહેર પરિવહનની સેવાની માગ કરી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોની મુશ્કેલીનો અંત લાવવા અને વ્યાજબી દરે તેઓને સારી સેવા આપવાના નિર્ણયે જાહેર ક્ષેત્રની બસ સેવા શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

  જાહેર ક્ષેત્રની બસ સેવા શરૂ કરવામાં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં સૌપ્રથમ

  અમદાવાદ શહેરમાં તા.1 એપ્રિલ, 1947ના રોજ AMTSની 60 બસોથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે નવી બસો માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. લોકો બસના રૂટ ઉપર મ્યુનિસિપલની બસો જોવા માટે ઊભા રહેતા હતા. કારણ કે જાહેર ક્ષેત્રની બસ સેવા શરૂ કરવામાં અમદાવાદ શહેર સમગ્ર દેશમાં સૌપ્રથમ હતું. જેનું નાગરિકોએ ખૂબ જ સુંદર રીતે સ્વાગત કર્યું હતું. નવી બસોમાં બેઠકો ચમકદાર અને આરામદાયક હતી. આ બધી બસોના રૂટો લાલ દરવાજા એટલે કે ભદ્રકાળી માતાના મંદિર અને રેલવે સ્ટેશનથી શરૂ થયા હતા.

  આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી વિકલ્પ બનવાની ક્ષમતા પણ ખોઇ બેઠી છે : ઇન્દ્રનીલ

  શરૂઆતમાં AMTS બસમાં મિનિમમ ભાડું એક આના અને મહત્તમ ભાડું ત્રણ આના હતું

  શરૂઆતમાં AMTS બસમાં મિનિમમ ભાડું એક આના એટલે કે 6 પૈસા જેટલું અને મહત્તમ ભાડું ત્રણ આના એટલે કે 20 પૈસા જેટલું રાખવામાં આવ્યું હતું. અત્યારે હાલ સમયાંતરે AMTS બસનું મિનિમમ ભાડું રૂ. 3 અને મહત્તમ ભાડું રૂ. 24 જેટલું થઈ ગયું છે. આ સાથે જ 60 બસથી શરૂ થયેલા AMTSના કાફલામાં હાલ 625 જેટલી બસો પરિવહન સેવા પૂરી પાડી રહી છે.

  લાલ દરવાજા બસ ડેપોનું આધુનિક હેરિટેજ લૂક સાથે નવીનીકરણની કામગીરી પૂતપાટ ઝડપે ચાલુ


  AMTS બસોની જ્યાંથી શરૂઆત થઇ હતી તેવા લાલ દરવાજા બસ ડેપોને (Bus Depot) આધુનિક હેરિટેજ લૂક (Heritage Look) સાથે નવીનીકરણની કામગીરી તડામાર ચાલી રહી છે. તેમાં અત્યાર સુધી 40 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જ્યારે આગામી એક વર્ષમાં સમગ્ર લાલ દરવાજા બસ ડેપો હેરિટેજ લૂક સાથે તૈયાર થઇ જાય તે રીતે તંત્રએ તૈયારીઓ બતાવી છે.

  આ પણ વાંચો: રાજકોટઃ BRTS રૂટમાં ઘોડા પર સ્ટંટનો Video viral, છ પૈકી ચાર ઝડપાયા

  શહેરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ પરિવહનની સેવાઓની માગમાં પણ વધારો થયો.

  શહેરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ પરિવહનની સેવાઓની માગમાં પણ વધારો થતો ગયો. કઠવાડા, લાંભા, રાણીપ, હાથીજણ, વાંચ, રામોલ અને આંબલી રોડ સુધીના બસ માર્ગો 1960 દરમિયાન શરૂ કરવામાં આવ્યા હતા. આ સુવિધાઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓેને અમદાવાદ શહેરની મુલાકાત લેવા માટે મદદરૂપ થઇ હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ahmedaba, અમદાવાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन