ગુજરાતમાં અગન વર્ષાઃ અમદાવાદમાં 26 એપ્રીલે રેડ એલર્ટ

News18 Gujarati
Updated: April 25, 2019, 7:17 AM IST
ગુજરાતમાં અગન વર્ષાઃ અમદાવાદમાં 26 એપ્રીલે રેડ એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂકાઇ રહ્યા છે. અને સાથે સાથે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે મંગળવારે લોકશાહીનો મહાપર્વ પણ ઉત્સાહભેર ઉજવાયો હતો. હિટવેવની આગાહી વચ્ચે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મંગળવારે 44 ડિગ્રી ગરમીમાં પણ મતદારોએ મતદાન કર્યું હતું. આજે બુધવારે હવામાન ખાતા દ્વારા અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અને આગામી 26મી એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ પણ સેવી છે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ હવામાન વિભાગે આપી છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂકાઇ રહ્યા છે. અને સાથે સાથે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે. વાવાઝોડું ગુજરાત ઉપર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે જેના કારમએ સુકા અને ગમ પવાનો ફૂંકાશે. જેના પલગે ગુજરાતમાં આગામી 26, 27 અને 28 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણે વધારે રહેશે.

હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે જણાવ્યુ છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 26થી 28 એપ્રીલના ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવ રહેશે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ અને સુકા પવનો ફુકાશે. અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તો 26 એપ્રીલના અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.એટલે અમદાવાદ શહેરમાં 26 એપ્રીલના 45 ડિગ્રી ઉપર તાપમાન નોંધાવવાની સંભાવના વ્યક્ત કરાય છે.

ઉલેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હવામાન વિભાગ દ્વારા હિટએક્શન પ્લાન તૈયાર કર્યો છે..અને કલર કોડ આપવામાં આવ્યા છે.. જેને લઈ અમદાવાદ શહેરમાં તાપમાન પ્રમાણ કલર કોડ આપવામાં આવ્યા છે.
First published: April 24, 2019, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading