અમદાવાદની સોલા સિવિલમાં જતાં વાહનચાલકો સાવધાન!, રેકોર્ડ બ્રેક વાહન ચોરી છતાં હૉસ્પિટલ રામ ભરોસે

News18 Gujarati
Updated: November 13, 2019, 3:33 PM IST
અમદાવાદની સોલા સિવિલમાં જતાં વાહનચાલકો સાવધાન!, રેકોર્ડ બ્રેક વાહન ચોરી છતાં હૉસ્પિટલ રામ ભરોસે
સોલા સિવિલ હૉસ્પિટલની ફાઇલ તસવીર

સોલા સિવિલ હૉસ્પિટલમાં 14માંથી 12 કેમેરા બંધ હાલતમાં, ગઠિયાઓને મોકળું મેદાન, વાહનોની ચોરીથી પોલીસ ચિંતામાં

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : દેશમાં (india) એક તરફ આંતકી હુમલાની (Terros Attack) દહેશતને લઈ અવારનવાર એલર્ટ આપવામાં આવે છે ત્યારે અમદાવાદની (Ahmedabad) બીજી સૌથી મોટી સરકારી હૉસ્પિટલ સોલા સિવિલની (sola civil Hospital)ની હાલત કફોડી થઈ છે. સોલા સિવિલ હૉસ્પિટલમાં ચોરીની (Theft) ઘટનાએ તો રેકોર્ડ બનાવી દીધો છે તેની સાથોસાથ CCTV પણ દયનીય હાલતમાં છે.પોલીસે (Police) હૉસ્પિટલને 3-3 વાર પત્ર લખ્યા હોવા છતાં સત્તાધિશો પાસે કોઈ જવાબ નથી. અમદાવાદની સૌથી મોટી હૉસ્પિટલ સિવિલ પછી સોલા સિવિલનો નંબર આવે છે પરંતુ હાલ સોલા સિવિલ ખુબજ ચર્ચામાં આવી છે કારણ કે ત્યાંથી થઈ રહેલા વાહન ચોરીઓથી (Vehicle Theft) પોલીસ કંટાળી ગઈ છે.

પોલીસના ચોપડે નોંધાયેલા ગુનાઓના પ્રમાણે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2019માં અત્યા સુધીમાં બાઈક ચોરીઓ કુલ 21 થઈ છે ત્યારે 11થી વધુ રિક્ષાઓનીી ચોરીઓ થઈ ગઈ છે. આ વિસ્તારનો 24 ટકા જેટલો ક્રાઈમ તો માત્ર સોલા સિવિલના અડધો કિલો મિટરના વિસ્તારમાંજ થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે અને જે પોલીસ માટે ખુબજ ચિંતાનો વિષય બની ગયો છે. નોંધનીય છે કે પોલીસે 3-3 વાર સોલા સિવિલ હૉસ્પિટલના સત્તાધિશોને પત્ર પણ લખ્યો છે પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાચો :  ફરી મગફળીકાંડ : ગુજકોમાસોલે 34 મંડળીને ખરીદીના આદેશ આપ્યા, 13 મંડળીનું પેમેન્ટ અટવાયું!

ચોંકાવનારી વાત તો એ છે કે આ તો માત્ર વાહનો ચોરીની વાત છે પરંતુ ભુતકાળમાં સિવિલ હૉસ્પિટલમાં બોંબ બ્લાસ્ટ થયો હતો અને જેની શીખ હાલ સોલા સિવિલે લેવાની જરુર છે. કારણ કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોલા સિવિલના 14 સી.સી.ટી.વી કેમેરામાંથી 12 તો હાલ બંધ હાલતમાં છે. જોકે. સોલા સિવિલના સત્તાધિશો આ વાતને સ્વીકારી રહ્યા છે કે કેમેરા બંધ હોય છે પરંતુ અમે ચાલુ કરાવી લઈએ છીએ. ત્યારે બીજી બાજુ હૉસ્પિટલના સત્તાધિશોનું કહેવું છે કે તેમની પાસેથી પૂરતાં સુરક્ષા કર્મીઓ નથી, 150ની જગ્યાએ માત્ર 40 જી.આઈ.એસ.એફ સરકારે મંજૂર કર્યા છે અને જેમાં પણ માત્ર 25 આપ્યા છે.

આ પણ વાચો :  રાજકોટમાં પલળી ગયેલી 20 હજાર ગુણી મગફળીની હરાજી નહીં થાય, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

જેથી સોલા સિવિલે સુરક્ષા એજન્સી બદલવાની દરખાસ્ત પણ આરોગ્ય ખાતામાં આપી છે. આ મામલે ,સોલા સિવિલનાસુપરિટેન્ડન્ટ આર.એમ.જીતિયાનું કહેવું છે કે 'અમારી પાસે 25 સિક્યુરીટી ગાર્ડ છે અને અમને 150ની જરુર છે જેથી અમે પણ આરોગ્ય ખાતાને લખ્યુ છે.' નોંધનીય છે કે સોલા સિવિલમાં અવરજવરના તમામ દરવાજાઓ ખુલ્લા મૂકાયા છે અને જેમાં કોઈ પણ આવી પોતાનુ વાહન મુકી જતા રહે છે ત્યારે કોઈ મોટી ઘટના બનશે તો તેની જવાબદારી કોણી રહેશે.
First published: November 13, 2019, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading