Home /News /madhya-gujarat /અમદાવાદ : લીંબુના રેકોર્ડ બ્રેક ભાવ, જાણો હોલસેલમાં લીંબુ કેટલા રૂપિયે કિલો મળે છે

અમદાવાદ : લીંબુના રેકોર્ડ બ્રેક ભાવ, જાણો હોલસેલમાં લીંબુ કેટલા રૂપિયે કિલો મળે છે

વેપારીઓનું કહેવું છે કે લીંબુની આવક ઓછી છે

Lemon Price - ઉનાળામાં લીંબુની માંગ વધી જાય છે અને સામે આવક ઓછી હોય છે જેના કારણે લીંબુના ભાવ વધી જતા હોય છે

અમદાવાદ : રોજે રોજ મોંઘવારી (Inflation)વધી રહી છે અને તેની ખાસ અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર થઈ છે. હવે તો શાકભાજીના ભાવ (vegetables Price)પણ વધુ છે. શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી તો ઉનાળામાં (Summer)તો આશા કેવી રીતે રાખવી. ઉનાળાની શરૂઆત થઈ છે ધીમે-ધીમે તાપમાન પણ વધી રહ્યું છે. હવે તો કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં સ્વાસ્થ માટે લીંબુ (Lemon)પાણી સારું કહેવાય છે પરંતુ ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને (Lemon Price)છે. જમાલપુર હોલસેલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 230 રૂપિયા છે

ઉનાળાની શરૂઆતથી લીબુના ભાવ વધી રહ્યા હતા. મંગળવારે અમદાવાદ જમાલપુર માર્કેટમાં હોલસેલમાં એક કિલો લીંબુના ભાવ 200 થી 230 રૂપિયા જોવા મળી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે લીંબુની આવક ઓછી છે. મહેસાણા તરફથી આવતા લીંબુની આવક ઓછી છે. મહારાષ્ટ્ર, મદ્રાસ અને વિજાપુર તરફથી લીંબુ આવે છે. જોકે આજે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સાઉથ બોપલની માર્કેટમાં લીંબુના એક કિલોના ભાવ 360 રૂપિયા છે.

આ પણ વાંચો - અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા

ઉનાળામાં લીંબુની માંગ વધી જાય છે અને સામે આવક ઓછી હોય છે જેના કારણે લીંબુના ભાવ વધી જતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે લીંબુની આવક ઓછી અને માંગ વધારે હોવાનું કારણ જવાબદાર છે. પરંતુ જે રીતે ડીઝલના રોજરોજ ભાવ વધી રહ્યા છે તેના કારણે ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ રહ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પોલીસકર્મીઓ ઝડપાયા, કુલ 128 કેસ નોંધાયા

વેપારી અહેમદ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે લીંબુના ભાવે રેકોર્ડ બ્રેક કર્યો છે. કોરોના બાદ લીંબુનો વપરાશ વધ્યો છે અને આવક એટલી જ છે. સાથે ઉનાળામાં લીંબુની માંગ પણ વધી જતી હોય છે. રમજાન પણ ચાલી રહ્યો છે. ઉનાળામાં એનર્જી જળવાય રહે તે માટે લીબુ શરબત વધુ પિતા હોય છે. સરકારની કૃષિલક્ષી પોલિસી પણ કારણ છે કારણ કે હવે ખેડૂત પાસેથી સીધી કંપનીઓ ખરીદી કરી શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Lemon, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन