AMC સ્કૂલબોર્ડની શાળામાં રેકોર્ડ બ્રેક એડમિશન, ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

AMC સ્કૂલબોર્ડની શાળામાં રેકોર્ડ બ્રેક એડમિશન, ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
AMC સ્કૂલબોર્ડની શાળામાં રેકોર્ડ બ્રેક એડમિશન, ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

અમદાવાદ ખાનગી શાળાઓની વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાની વૃત્તિ હવે શાળા સંચાલકોને ભારે પડી રહી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ ખાનગી શાળાઓની વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાની વૃત્તિ હવે શાળા સંચાલકોને ભારે પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ સંચાલિત શાળાઓમાં એડમિશન લેવા વાલીઓનો ધસારો વધ્યો છે. નવાઈની વાત એ છે કે ખાનગી શાળાઓમાંથી વાલીઓ પોતાના બાળકનું એડમિશન રદ કરી સ્કૂલબોર્ડની સરકારી શાળાઓમાં કરવી રહ્યા છે. ચાલુ વર્ષે ખાનગી શાળામાંથી સ્કૂલબોર્ડની શાળામાં એડમિશન કરાવ્યું હોય તે આંક 3334 પર પહોંચ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતા અનેક લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે. ઘણા લોકોના આર્થિક સંકડામણને કારણે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. છેલ્લા એક વર્ષથી શાળાઓમાં અભ્યાસ બંધ હોવા છતાં શાળાઓ દ્વારા ફી વસુલવામાં આવી હતી. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે રેકોર્ડ બ્રેક વધારો થયો છે.



આ પણ વાંચો - ભાવનગર : કૌટુંબિક કાકાએ ભત્રીજા વહુને પાછળથી બાથ ભીડી લીધી, તાબે થવા ધમકી આપતાં ભત્રીજા વહુની આત્મહત્યા

સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેનસિંગ તોમર જણાવે છે કે ગત વર્ષે સ્કૂલ બોર્ડની શાળાઓમાં અંદાજે 1 લાખ 22 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા હતી. જેમાં આ વખતે જિલ્લા પંચાયતના 30 હજાર બાળકોનો ઉમેરો થયો છે. જ્યારે ખાનગી શાળામાંથી એડમિશન રદ કરીને 3 હજાર 334 બાળકોએ એડમિશન લીધા છે. જેને પગલે આ વર્ષે સ્કૂલબોર્ડમાં બાળકોની સંખ્યા વધીને 1 લાખ 56 હજાર પર પહોંચી છે. એટલું જ નહીં એડમિશન પ્રક્રિયા હજુ ચાલુ છે અને ઓગસ્ટ માસના અંત સુધીમાં સ્કૂલબોર્ડના બાળકોની સંખ્યા વધીને 1 લાખ 60 હજાર પહોંચી જશે.

વિદ્યાર્થીઓની સંખ્યા વધવા પાછળ અધિકારીઓ જણાવી રહ્યા છે કે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં અભ્યાસ માટે એડમિશનનો ધસારો વધારે છે. તેમજ ગત વર્ષે સ્માર્ટ શાળાઓમાં વધારો કરાયો છે. જે સુવિધા ખાનગી શાળામાં અપાઈ રહી છે તેનાથી વધુ સારી સુવિધા સરકારી શાળામાં અપાઈ રહી છે. મહત્વનું છે કે કોરોનાના કપરા કાળમાં દરેક લોકોએ મુશ્કેલીઓનો સામનો કર્યો. તેમાંય બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવા મોબાઈલ અને ઈન્ટરનેટ પાછળ રૂપિયા ખર્ચ્યા. તેમ છતાં કેટલાક ખાનગી શાળાના સંચાલકોએ ફી ઉઘરાવવા પાછળ મનમાની ચલાવી. આવી ખાનગી શાળાઓએ વાલીઓનો વિશ્વાસ ગુમાવ્યો છે અને આ જ કારણ છે કે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે.
Published by:Ashish Goyal
First published:April 01, 2021, 17:29 pm

ટૉપ ન્યૂઝ