અમદાવાદમાં શાકભાજીનાં ભાવ કેમ વધારે હોય છે? આ હોય શકે છે કારણ


Updated: July 2, 2020, 2:44 PM IST
અમદાવાદમાં શાકભાજીનાં ભાવ કેમ વધારે હોય છે? આ હોય શકે છે કારણ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં છૂટક બજારની અંદર શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા છે.

  • Share this:
અમદાવાદ : એક સમય હતો કે, અમદાવાદમાં શાકભાજી વિક્રેતાઓ સૌથી વધારે કોરોના સુપર સ્પ્રેડ ર બન્યા હતા અને તે સમયે શાકભાજી વિક્રેતાઓ શાકભાજી વેચી શકતા નહોતા. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા સ્ક્રિનિંગ કાર્ડ દ્વારા શાકભાજીના  વિક્રેતાને શાકભાજી વેચવાની પરવાનગી આપવામાં આવી. એ સમયે આજનો સમય બંનેની સરખામણી કરવા જઈએ તો શાકભાજી વિક્રેતાઓ ત્યારે પણ નફો કરતા હતા અને આજે પણ નફો કરી રહ્યા છે.

અમદાવાદમાં છૂટક બજારની અંદર શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા છે પરંતુ સવાલ ઊભો થાય છે કે, શાકભાજીના ભાવ ખરેખર વધારે છે કે પછી ઊભી કરાયેલી કૃત્રિમ અછત. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે અમદાવાદ શહેરમાં શાકભાજીનો પુરવઠો પૂરેપૂરો ખેડૂતો દ્વારા મોકલવામાં આવ્યો. જમાલપુર એપીએમસી બંધ હતા બહારગામથી પોતાનું શાક વેચવા આવતા ખેડૂતો જેતલપુર માર્કેટની બહાર બપોરના સમયે બેસે છે અને ત્યાં જ ડાયરેક્ટ છૂટક બજારમાં વેપારીઓને માલ આપે છે.

આ પણ વાંચો - ફરી LRDની મહિલાઓ મેદાનમાં, ઓર્ડર નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

સ્વાભાવિક છે કે, જમાલપુર એપીએમસીને બદલે છૂટક વેપારીને જો જેતલપુર જવુ પડતું હોય તો પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ પણ અસર કરે પરંતુ પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવની સાથે શાકભાજીની અછત છે અને ઓછું આવે છે એવી વિચારધારા સાથે શાકભાજીના ભાવ ડબલને બદલે ચાર ગણા કરી દેવામાં આવ્યા છે.

આ પણ જુઓ- 
 

ઉદાહરણ તરીકે ખેડૂતો જો 20 રૂપિયાના ભાવે એક કિલો ટામેટા લેતા હોય તો છૂટક બજારમાં તે 80થી100 રૂપિયાના ભાવે મળી રહ્યા છે એટલે કે સીધા 4 ગણા ભાવ વેપારીઓ લેતા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.
First published: July 2, 2020, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading