Reality Check : અમદાવાદના 200થી વધારે ગાર્ડન બનશે કોરોનાનું કેન્દ્રબિંદુ!


Updated: September 12, 2020, 3:23 PM IST
Reality Check : અમદાવાદના 200થી વધારે ગાર્ડન બનશે કોરોનાનું કેન્દ્રબિંદુ!
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં બગીચાઓ માર્ચ મહિનાથી બંધ હતા પરંતુ અનલૉક-4ની જાહેરાત બાદ બાગ બગીચાને ખોલવામાં આવ્યા છે

  • Share this:
અમદાવાદ : કોરોના કાળમાં પણ અમદાવાદીઓ એકકદમ બિન્દાસ્ત બન્યા છે. જે જોઈને સવાલ થાય કે શું અમદાવાદીઓને હવે કોરોનાનો ડર રહ્યો નથી કે પછી અમદાવાદીઓ લૉકડાઉન બાદ અનલૉક થયા બાદ કોરોના જતો રહ્યો હોવાનું માને છે. આ વાત અમને જાણવા મળી અમારી પબ્લિક ગાર્ડનની મુલાકાત દરમિયાન અહી અમને એક થી એક એવા ચહેરા જોવા મળ્યા જેમને માસ્ક તો દૂર સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. કોઈએ કહ્યું કે ગરમી લાગે છે, કોઈએ કહ્યું કે માસ્ક ફાવતું નથી. બાળક હોય કે વૃદ્ધ, પ્રેમી હોય કે પરણિત. બધા પબ્લિક ગાર્ડન ખુલવાની રાહ જોતા હતા. હવે ગાર્ડન ખુલી ગયા છે તો લોકો નિયમો ભૂલી ગયો છે. અમદાવાદમાં પરિમલ ગાર્ડન, લો ગાર્ડન પર Reality Check કરવાથી આ વાત સામે આવી હતી. જો લોકો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે અને માસ્ક નહીં પહેરે તો અમદાવાદના 200થી વધારે ગાર્ડન કોરોનાનું કેન્દ્રબિંદુ બની શકે છે.

માત્ર પરિમલ ગાર્ડનના આ હાલ નથી અમદાવાદ લો ગાર્ડનના આ પ્રકારે દ્રશ્યો જોવા મળે છે. લો ગાર્ડનમાં જ્યાં જ્યા અમે પહોંચ્યા ત્યાં ને ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરે તે લોકોને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે પરંતુ પબ્લિક ગાર્ડનમાં આવતા લોકોનું શું? પબ્લિક ગાર્ડનમાં માસ્ક પહેરે છે? લો ગાર્ડન માં એન્ટ્રી લેતા પહેલા માહિતી આપી દીધી છે કે ગાઇડલાઈનનું પાલન કરવું જોઇએ પરંતુ શું લોકો ગાઇડલાઇનનું પાલન કરે છે?

આ પણ વાંચો - અમદાવાદ : ખાડા ના હોવાના દાવા વચ્ચે AMCએ 16330 ખાડાનું પુરાણ કર્યું

અમદાવાદમાં બગીચાઓ માર્ચ મહિનાથી બંધ હતા પરંતુ અનલૉક-4ની જાહેરાત બાદ બાગ બગીચાને ખોલવામાં આવ્યા છે. બગીચા ખુલ્લા મુકતા પહેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચાના તમામ સ્ટાફ અને સિક્યોરિટીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ ચિંતાજનક વાત એ છે કે બગીચામાં નાગરિકોના સુવિધા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. કોર્પોરેશન દ્વારા બગીચામાં પ્રવેશ કરતા પહેલા નાગરિકો માટે સેનિટાઈઝર મૂકવામાં આવ્યા નથી. આ સાથે પ્રવેશ માટે પણ કોઈ પણ જગ્યા નિયંત્રિત રાખવામાં આવી નથી.

નાગરિકો બિન્દાસ્ત છે તો બીજી તરફ તંત્ર પણ લાપરવાહ છે. જેને લઇને સવાલ છે કે આખરે કોણ જાગશે અને કોને સમજાવશે.
Published by: Ashish Goyal
First published: September 12, 2020, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading