નકલી પીએસઆઇ બની 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરનારને અસલી પોલીસે પકડ્યો

નકલી પીએસઆઇ બની 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરનારને અસલી પોલીસે પકડ્યો
નકલી પીએસઆઇ બની 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરનારને અસલી પોલીસે પકડ્યો

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પોતે ધો. 10 ભણેલો અને બેકાર છે. મોબાઈલમાં ઓનલાઇન તીનપત્તી ગેમ રમતો હતો

  • Share this:
અમદાવાદ : એક યુવકના મિત્રને અજાણી વ્યક્તિએ ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુક એકાઉન્ટની માહિતીઓમાં તીનપત્તીની સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લેવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જે કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તે બેકાર છે અને તીનપત્તી રમવાનો શોખીન છે. તેણે જ્યારે પોતાના માટે પૈસા ખર્ચીને ચિપ્સ ખરીદી તે બાબતને ધ્યાનમાં રાખી આ તરકટ રચ્યું હતું. સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદરામાં શ્રીમ ગેલેક્સી ફ્લેટમાં રહેતા 23 વર્ષીય ધાર્મિક પાબરીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કર્યો છે.

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પોતે ધો. 10 ભણેલો અને બેકાર છે. મોબાઈલમાં ઓનલાઇન તીનપત્તી ગેમ રમતો હતો. શરૂઆતમાં બીજા પાસેથી પૈસા મેળવી અને ચિપ્સ મેળવી હતી. બાદમાં આરોપી સાથે કોઈએ છેતરપિંડી કરતા પોતે ફેસબુક આઈડીને હેક કરવા પ્રોફાઇલમાં નંબર હોવાથી પોલીસની ખોટી ઓળખ આપી ફોન કર્યો હતો. ફરિયાદી યુવકે પાસવર્ડ આપતા ચિપ્સ તેણે ટ્રાન્સફર કરી લીધી હતી.



સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ હતી કે ઘાટલોડિયામાં રહેતાં અને ખેડા ખાતે આવેલી એક ઇ-કોમર્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા સમીર પટેલ મોબાઈલમાં ફેસબુકમાં આઈડી ધરાવે છે અને તેનો ઉપયોગ સંબંધીઓના સંપર્કમાં રહેવા તથા મોબાઇલ ફોનમાં રમાતી ગેમોમાં લોગ-ઇન થવા કરે છે. આ આઈડીથી તેઓએ મોબાઇલમાં તીનપત્તી રમવા માટે લોગ ઇન થયા હતાં. 4 ઓક્ટોબર 2020ના રોજ સાંજે તેઓ સી.જી રોડ ખાતે હાજર હતા ત્યારે તેમના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી કોઇ સાહેબનો ફોન આવ્યો છે અને તારી જોડે વાત કરવી છે. સમીરભાઇ, પ્રતીકભાઇ સાથે પોલીસની ઓળખ આપનાર પી.એસ.આઈ દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉપર કોન્ફરન્સથી વાત કરી હતી. સમીરભાઇનું નામ, નોકરીની જગ્યા સહિતની પૂછપરછ કરી તેને જણાવ્યું કે તેણે ફેસબૂક આઇડીથી કોઇ છોકરીને ગંદા ફોટા મોકલ્યા હતાં, તેની ફરિયાદ આવી છે તેમ કહી આ તરકટ રચ્યું હતું.

આ પણ વાંચો - બનાસકાંઠા : નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી પરિણીતાની લાશ મામલે ખુલાસો, પ્રેમીએ આ માટે કરી હત્યા

ફોન કરનાર વ્યક્તિએ મેઇલ આઈડી અને ફેસબુક આઇડી માંગી સમીરભાઇને પૂછ્યું હતું કે તેમણે કોઇ જૂનો ફોન વેચ્યો છે કે કેમ ?સમીરભાઈએ પોતાના ફોનનું મોડલ નંબર, યાહુ આઈડી અને ફેસબૂક આઈડી આ વ્યક્તિને જણાવ્યાં હતાં અને થોડા સમય પછી એક પાસવર્ડ આવશે તેમ કહેતા સમીરભાઇએ આ પાસવર્ડ તે વ્યક્તિને આપ્યો હતો. પોલીસ તરીકેની ઓળખ આપનાર તે વ્યક્તિએ સમીરભાઇને નજીકના પોલીસ સ્ટેશનમાં જવું પડશે તેવુ કહ્યું હતું. બાદમાં અચાનક જ આ વ્યક્તિનો ફોન કપાઈ ગયો હતો. બાદમાં સમીરભાઇએ બીજા ફોનમાં ફેસબુક આઇડી ચેક કરતાં અચાનક તેમનું આઈડી લોગ આઉટ થઇ ગયું હતું અને તેઓ તીનપત્તી ગેમમાં પણ લોગ ઇન થઇ શક્યા ન હતાં. જેથી ફોન કરનાર વ્યક્તિએ ફેસબુક તેમજ તીનપત્તી ગેમના એકાઉન્ટ સાથે ચેડા કર્યા હોવાની સમીરભાઇને શંકા ગઇ હતી.

પીએસઆઈની ઓળખ આપનાર વ્યક્તિને ફોન કર્યો અને જણાવ્યું કે તેમના તીનપત્તી એકાઉન્ટમાંથી કોઈ પૈસા ટ્રાન્સફર કરી રહ્યું છે જેથી તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવા જાય છે. પણ સામે વાળા વ્યક્તિએ કોઈ જવાબ આપ્યો ન હતો. તીનપત્તી ચિપ્સ PARV DEGDA અને EKTA SONI નામના આઈડીમાં વર્ચ્યુઅલ ચિપ્સ ટ્રાન્સફર થઈ રહી હતી જેનો સ્ક્રીન શોટ સમીરભાઈએ લઈ લીધો હતો. બાદમાં જોયું તો તેમના ફેસબુક એકાઉન્ટ ચાલુ થયા ન હતા અને લોગ ઇન કરવા જતા તેમાં સેકન્ડરી મેઇલમાં સામે વાળી વ્યક્તિએ પોતાનું આઈડી નાખી દીધું હતું. ફોન કરતાં ફોન ઉપાડવાનું આ વ્યક્તિએ બંધ કરી દીધું હતું. આમ તીનપત્તીના એકાઉન્ટમાંથી કોઈ શખ્સે સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી દીધી હતી. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે આ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ લોકોના એકાઉન્ટ હેક કરી આ રીતે ચિપ્સ મેળવી છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:January 15, 2021, 23:16 pm

ટૉપ ન્યૂઝ